ગુજરાતમાં ચોમાસું વહેલુ આવશે કે મોડું, આવી ગઈ એકદમ સચોટ આગાહી
Gujarat Weather Forecast : અમદાવાદમાં 20થી 25 જૂન વચ્ચે ચોમાસું બેસવાની શક્યતા... હાલ ચોમાસું કેરળના દરિયા કિનારાથી 400 કિમી દૂર પહોંચ્યું... ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી નબળું ચોમાસું રહેવાની કરાઈ છે આગાહી...
Ambalal Patel Prediction : કાળઝાળ ગરમી બાદ બધા કાગડોળે ચોમાસાની રાહ જોઈને બેસી રહ્યાં છે. કેરળમાં તો વહેલુ ચોમાસું આવી જાય છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે તેની આગાહી પણ આવી ગઈ છે.20થી 25 જૂન વચ્ચે અમદાવાદમાં ચોમાસુ બેસી જવાની શક્યતા છે. જો જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું ગતિ પકડે તો 7 રાજ્યમાં ચોમાસું આવી શકે છે. રાહતના સમાચાર એ છે કે, આંદામાન-નિકોબારથી નીકળેલા ચોમાસાએ 10 થી 12 દિવસનં અંતર કાપી લીધું છે. ચોમાસું કેરળના દરિયા કિનારાથી હવે માત્ર 400 કિલોમીટર દૂર છે. જે કેરળમાં 4 થી 6 જુને આવી પહોંચશે.
હાલ ચોમાસું કેરળના દરિયાથી 400 કિમી દૂર છે. તે હાલ દક્ષિણી અરબ સાગર, માલદીવ અને કોમોરિન વિસ્તારમાં છે. દક્ષિણની બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ચોમાસું આગળ વધવા માટે આગામી બે દિવસ પરિસ્થિતિ અનુકૂળ છે. તેથી 4 થી 6 જુનમાં કેરળમા ચોમાસું આવી જશે. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ સામાન્ય રીતે 15 દિવસ બાદ મુંબઈ અને દક્ષિણ ગુજરાત થઈને ગુજરાતમાં ચોમાસું પ્રવેશતુ હોય છે. તેથી ગુજરાતમાં 20 થી 25 જૂને ચોમાસું બેસવાની શક્યતા છે.
કેનેડામાં પહોંચીને આ રીતે છેતરાય છે ગુજરાતીઓ, ભારતીયો જ ભારતીયોને લૂંટે છે
જોકે, તે પહેલા જુન મહિનામાં લોકોને ફરી કાળઝાળ ગરમીમાં તપવુ પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં જૂન મહિનામાં તાપમાન સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી વધુ રહેશે. જ્યારે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી વધુ રહેશે. સામાન્ય રીતે જુન મહિનામં અમદાવાદનું એવરેજ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહે છે. પરંતુ આ વખતે તાપમાન વધી શકે છે.
વાવાઝોડું ફુંકાશે
જુન મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં વાવાઝોડુ ફુંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતના અનેક શહેરોમાં 30 થી 40 કિમીની ઝડપે પવનની શક્યતા છે. આગામી 4 થી 5 દિવસમાં ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલ વાતાવરણમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, તે મુજબ તેની અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે. ખાસ કરીને, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના અનેક વિસ્તારોમાં જોવા મળશે. અહી ભારે પવન ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ઝડપી પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિમીની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે.