Gujarat Weather Forecast: વરસાદ ગુજરાતને બરાબર ઘમરોળી રહ્યો છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે નાગરીકો ખાસ કરીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૨૭ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૧૬ ઇંચ એટલેકે ૩૯૮ મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના ૬ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ તથા રાજ્યના અન્ય ૧૩ તાલુકાઓમાં ૬ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૮૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. ગુજરાત માટે જો કે આગામી 24 કલાક ભારે રહેશે. જાણો શું કરાઈ છે આગાહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 24 કલાક ભારે
ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમરેલી, જૂનાગઢ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી વરસાદની આગાહી કરાઈ છે. 
ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ હાલ સક્રિય. અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહેશે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 3 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 




આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં નવસારી,વલસાડ,ડાંગ, જૂનાગઢ, અમરેલી માં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગીર સોમનાથ,ભાવનગર,ભરૂચ,સુરત, તાપી માં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે અમદાવાદ, આણંદ,વડોદરા, નર્મદા,બોટાદ, રાજકોટ, પોરબંદરમાં માં આજે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. રેડ એલર્ટ ના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને યલ્લો એલર્ટ માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.