Monsoon Prediction:  વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય બન્યું છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે ક્યાં કેવો વરસાદ થશે તે અંગે માહિતી આપી છે. ગુજરાતમાં 6 દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. 6 દિવસ દરમિયાન અલગ-અલગ ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ઓડિશામાં સર્ક્યુલેશન છે, જેની અસરના કારણે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે હવામાન વિભાગે તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Android યૂઝર્સ તત્કાલ અપડેટ કરે પોતાનો મોબાઇલ, ગૂગલે જાહેર કરી હાઈ લેવલ વોર્નિંગ


આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ક્યાંક ભારે તો ક્યાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વરસાદ અંગે કરીએ તો તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે, આ દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.


World Cup 2023: વર્લ્ડકપ ભારત જ જીતશે! બન્યો એક અદ્ભુત સંયોગ, ચાહકો ખુશખુશાલ


દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દીવ, રાજકોટ અને જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. 7 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતમાં વરસાદની ગતિ વધશે. અમદાવાદમાં 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકભડાકા સાથે વરસાદ નોંધાશે.


રાજકોટમાં એક જ દિવસમાં બે યુવકોના હાર્ટએટેકથી મોત, એકને જન્માષ્ટમીના કાર્યક્રમમાં દુ 


હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારી, નર્મદા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ખેડા, દાહોદ, આણંદ, મહીસાગર અને પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, દિવ, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જયેલ લો પ્રેશરના કારણે વરસાદના વાદળો બંધાય છે, જેથી ગુજરાતમાં 8, 9 અને 10 સપ્ટેમ્બરે વધુ વરસાદ નોંધાઈ શકે છે. 


ન તો IIT કે IIM... પતિએ નોકરી છોડી, પછી પતિ-પત્નીએ મળીને બનાવી ₹8,000 કરોડની કંપની


વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી ખુશી વ્યક્ત કરનારી છે. રાજ્યમાં પાંચ 5-6 દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહેશે. 5 અને 6 સપ્ટેમ્બર કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે જેથી રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત બે દિવસ બાદ સામાન્ય વરસાદ રહેશે.


મહેસાણાના ઊંઝા નજીક 3 હવસખોરોના કાંડથી ખળભળાટ; સગીરાને ઝાડીઓ લઈ જઈ પીંખી નાખી


રાજ્યમાં 7 અને 8 તારીખ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની શું સ્થિતિ રહેશે તે અંગે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


શું અ'વાદમાં કંઈક મોટું થવાનું હતું? LCB સ્કોર્ડને મળી મોટી સફળતા, 6 મોતના સોદાગરો..


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈ તુવેર, મકાઈ, સોયાબીન સહિત મુર્જાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. તેવામાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, હવામાન વિભાગે રાજયમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે.


Ambani Driver Salary: અંબાણીના ડ્રાઈવરને મળે છે આટલા લાખોનો પગાર, જાણીને ચોંકી જશો


મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના વાસદામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુર અને વલસાડના પારડીમાં 3.5 ઇંચ વરસાદ છે. વલસાડના વલસાડ સીટી અને કપરાડામાં 3ણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 17 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. રાજ્યના 29 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જેથી કહી શકાય કે, રાજ્યમાં ફરી ચોમાસુ ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગે વરસાદના એંધાણની આગાહી કરી છે.


રાજકોટમાં રસરંગ લોકમેળાનો ત્રીજો દિવસ, 2 દિવસમાં અંદાજિત અઢી લાખ લોકોએ મુલાકાત લીધી...