ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં હજુ 48 કલાક સુધી માવઠાનું સંકટ યથાવત્ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાક સુધી વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ત્યારબાદ 48 કલાક બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં 3થી 4 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. મોટાભાગના જિલ્લામાં 40 ડિગ્રીએ પારો પહોંચવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 9 મેના રોજ અમદાવાદમાં યેલો એલર્ટ અપાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટીની પરીક્ષા માટે જાણવા જેવું : હસમુખ પટેલે આપી પરીક્ષાના નવા નિયમોની માહિતી


હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી દિવસો ખુબ જ ભારે બની રહેવાના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 48 કલાક હજી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક વરસાદ રહેવાનો ખતરો જણાવ્યો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રમાં આજે (5 એપ્રિલ 2023) જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારબાદ આગામી સમયમાં તાપમાન વધશે. આગામી દિવસોમાં રાજ્યમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. એટલું જ નહીં, મોટાભાગના જિલ્લાઓનું તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર જ રહેશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓનું તાપમાન વધુ રહેશે. 9 મેથી અમદાવાદમાં યેલો અલર્ટ અપાયું છે.


ગૌતમ ગંભીર સાથે ઝઘડા બાદ વિરાટ કોહલીએ લીધુ મોટું પગલું, જાણો શું કર્યું


અંબાલાલની વાવાઝોડા અંગે આગાહી
નોંધનીય છે કે, બંગાળના અખાત બાદ અરબસાગરમાં પણ મેના અંતમાં ચક્રવાત આવશે. હવામાન વિભાગે કરેલી આ આગાહીના કારણે હાલ ફફડાટ વ્યાપી ગયો છે. કારણ કે, આ વખતે આ ચક્રવાતથી ગુજરાતને પણ સીધો ખતરો થઈ શકે તેમ છે. બંગાળના અખાતમાં આવનારા મોચા ચક્રવાતને લઇ આગાહીકાર અંબાલાલ પટેલ સાથે ઝી 24 કલાકની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી છે. જેમાં આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચક્રવાત ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાવશે.


Shanivar Upay: શનિવારે ભૂલથી પણ ન ખરીદશો આ 5 વસ્તુઓ, બાકી થઈ જશો બરબાદ


આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળના અખાત બાદ અરબસાગરમાં પણ મે ના અંતમાં ચક્રવાત આવશે. ચક્રવાતને કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. મે મહિનાના અંતથી જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં ગુજરાત ઉપર ચક્રવાતની અસર વર્તાશે. જો ચક્રવાત ઓમાન તરફ ફંટાશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લાવશે. નહીંતર દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લઈને આવશે.


એવરેસ્ટ કરતા પણ ઓછી ઊંચાઈ છતાં કેમ કોઈ પહોંચી શક્યું નથી કૈલાશ પર? આ છે રહસ્ય


આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત પર આ ચક્રવાત સંકટ લાવી શકે છે. આગામી તારીખ 10 થી 18 મે વચ્ચે આ ચક્રવાત રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. જેને કારણે ગુજરાતમાં ભારે નુકસાની થઈ શકે છે. ખાસ કરીને આ ચક્રવાતની બીજી અસર એવી પણ થશે કે જે અરબસાગરનો ભેજ શોષી લઈ ગુજરાતમાં ગરમીનો અનુભવ કરાવશે. આ સમયે ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીની ઉપર જવાની શક્યતા છે.


આ તો ભારે કરી ! પહેલા બ્રિજ ચોરી પછી મોબાઈલ ટાવર અને હવે ચોરોએ કર્યું મોટું પરાક્રમ


ઉલ્લેખનીય છેકે, આ ચક્રવાતને પગલે ઓડિશા સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મંગળવારે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું છે.