Ajab-Gajab: આ તો ભારે કરી ! પહેલા બ્રિજ ચોરી પછી મોબાઈલ ટાવર અને હવે ચોરોએ કર્યું મોટું પરાક્રમ

Ajab-Gajab News: આ મામલો સીતામઢીના રીગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર ગામનો છે, જ્યાં ચોરીની અનોખી ઘટનાના સમાચારથી વીજળી વિભાગના અધિકારીઓ ચોંકી ગયા છે. વીજ વિભાગના અધિકારીઓને પણ ઘણા દિવસો પછી આ ચોરીની માહિતી મળી હતી.

Ajab-Gajab: આ તો ભારે કરી ! પહેલા બ્રિજ ચોરી પછી મોબાઈલ ટાવર અને હવે ચોરોએ કર્યું મોટું પરાક્રમ

Unique Theft: વીજ વિભાગના અધિકારીઓ ચોરીની અનોખી ઘટનાના સમાચારથી ચોંકી ઉઠ્યા છે. વીજ વિભાગના અધિકારીઓને પણ ઘણા દિવસો પછી આ ચોરીની માહિતી મળી હતી. આ વિસ્તારમાં ટ્રાન્સફોર્મરને કારણે વીજ ખોરવાઈ જતાં ગ્રાહકોએ આ અંગે વીજ વિભાગને જાણ કરી હતી.

બિહારમાં ચોરીના (Theft In Bihar)એકથી વધુ કિસ્સા સામે આવી રહ્યા છે. વાસ્તવમાં થોડા મહિના પહેલા બિહારમાં આખો બ્રિજ અને મોબાઈલ ટાવરની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ સમયે બિહારના સીતામઢી જિલ્લામાં ચોરીનો એક નવો મામલો સામે આવ્યો છે. અહી અજાણ્યા ચોરો વીજ વિભાગના 2 ટ્રાન્સફોર્મરની ચોરી કરી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પાવર લાઇન ચાલુ હોવા છતાં અજાણ્યા ચોરોએ આ હિંમત કરી છે. બંને ટ્રાન્સફોર્મર તેમની જગ્યાએથી ગાયબ છે.

આ મામલો સીતામઢીના રીગા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુર ગામનો છે, જ્યાં ચોરીની અનોખી ઘટનાના સમાચારથી વીજળી વિભાગના અધિકારીઓ ચોંકી ગયા છે. વીજ વિભાગના અધિકારીઓને પણ ઘણા દિવસો પછી આ ચોરીની માહિતી મળી હતી. ટ્રાન્સફોર્મરને કારણે આ વિસ્તારમાં વીજ ખોરવાઈ જતાં વીજ ગ્રાહકોએ આ અંગે વીજ વિભાગને જાણ કરી હતી.

જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમની જગ્યાએથી 2 ટ્રાન્સફોર્મર ગાયબ હતા. આ મામલાની માહિતી મળતા જ વીજ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તપાસ દરમિયાન હજુ સુધી આ માહિતી મળી નથી કે આખરે ચોરોએ આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો. જો કે સ્થાનિક લોકો વીજ વિભાગના કર્મચારીઓ પર એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે કર્મચારીઓની મિલીભગત વિના આ શક્ય નથી, કારણ કે ચોરોને બે ટ્રાન્સફોર્મરની ચોરી કરવામાં કલાકો લાગી ગયા હશે.

સ્થાનિક લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે વીજળી ચાલુ હોવા છતાં ચોરોએ ટ્રાન્સફોર્મરની ચોરી કેવી રીતે કરી. એટલું જ નહીં, ચોરોએ આટલી ભારે સામગ્રીની ચોરી કરવા માટે મોટા વાહનનો પણ ઉપયોગ કર્યો હોવો જોઈએ. ચોરીની આ ઘટનાને અંજામ આપ્યા બાદ ચોરો વાહન પર ટ્રાન્સફોર્મર લોડ કરીને લઈ ગયા હતા. પરંતુ, કેવી રીતે કોઈને સુરાગ પણ ન મળ્યો. બીજી તરફ, સીતામઢીના રીગા બ્લોકના વિદ્યુત વિભાગના સહાયક ઈજનેરે સ્થાનિક રીગા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news