ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. તો હજુ આગામી સમયમાં ઠંડી (coldwave) નો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી. ગાંધીનગર અને નલિયામાં લધુત્તમ 17 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ત્રણ દિવસ પછી વધુ ઠંડી પડશે 
ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં ઠંડીની ધીરે ધીરે શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે હવે ઓક્ટોબરના અંતમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન નીચે જવાની શરૂઆત થઈ ગઈ છે. તો કેટલાક શહેરોમાં હાડ થીજવતી ઠંડીના દિવસો આવી ગયા છે. અહી બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે, જેથી લોકો પણ ઠંડીમાં ઠુઠવાઈ રહ્યાં છે. તો હવે તો ઠંડીની શરૂઆત છે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારમાં હજુ વધારો થઇ શકે છે. 


આ પણ વાંચો : અમદાવાદીઓને નવી ભેટ : હવે હેલિકોપ્ટરમાં બેસીને શહેરનો એરિયલ વ્યૂ જોઈ શકાશે 


ગુજરાતના શહેરોમાં ઠંડીનું પ્રમાણ
ગાંધીનગરમાં આજે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાય હતુ જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું છે. નલીયામાં ગઈ કાલે લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ભુજનુ 20.8 ડિગ્રી, મહુવાનું 20.7 ડિગ્રી અને કેશોદનું 20.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 33થી 24 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. 


ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ફૂંકાયેલા ઉત્તર-પૂર્વિય પવનના કારણે મંગળવારે દિવસ અને રાતના તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ઠંડીનું જોર વધ્યું છે.