Gujarat Weather Forecast પ્રેમલ ત્રિવેદી/પાટણ : હાલ સમગ્ર ઉત્તર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવયો છે. ગત રોજ બનાસકાંઠામાં કમોસમી વરસાદ આવ્યો હતો. તો આજે અરવલ્લી અને પાટણમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ કારણે આ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જગતના તાત પર આવી ચઢેલા આ મોસમી સંકટથી તેઓ પરેશાન થયા છે. ખેડૂતોને પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ શિયાળુ પાક લેવાની તૈયારી છે, ત્યાં જ સંકટ બનીને આવ્યો કમોસમી વરસાદ. સમગ્ર પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ શહેર સહીત જિલ્લામાં વાતાવરણના પલટાને લઇ ખેડૂતોની હાલત કફોડી બની છૅ. પાક વાવેતરમાં મોંઘા ભાવનું ખેડ, ખાતર, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી એરંડાના પાકનું વાવેતર કર્યું, પણ ત્યાર બાદ વાદળછાયું વાતાવરણ, ઠાર અને ત્યારબાદ ગરમીનું વાતાવરણ ઉભુ થતા રોગચાળો આવી ગયો છે. જેને લઇ ખેડૂતોની હાલત દયનીય બની છે. એરંડાના ઉભા પાકમાં ઇયળો (કાતરા) આવી જતા તે છોડને કોરી ખાવા લાગી છે. તેની સીધી અસર પાક ઉત્પાદન પર પડતી હોવાને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. 


પાટીલને આવ્યું મહેસાણા કોર્ટનું તેડું, ખાસ કેસમાં હાજર રહેવા થયું ફરમાન


પાટણ શહેર સહિત જિલ્લામાં ખેડૂતોએ એરંડાના પાક વાવેતર પાછળ ખેડ ખાતર બિયારણમાં મોટું આર્થિક રોકાણ કરી પાક વાવેતર કર્યું અને હવે પાક તૈયાર થવા આવ્યો છે, તેવામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળ છાયું વાતાવરણ છવાયું છે. વહેલી સવારે ઠાર અને ત્યાર બાદ ગરમીનું વાવેતર ઉભું થતા જગતનો તાતા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ પ્રકારના સતત વાતાવરણ બદલાવને લઇ તેની સીધી અસર પાક વાવેતર પર પડી છે. એરંડાના ઉભા પાક માં ઈયળો (કાતરા) નો ઉપદ્રવ આવી જતા છોડની માળો અને પાન કોરી ખાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ઈયળો સમગ્ર પાક પર પ્રસરી જતા છોડની માળો કોરી ખાતા તેની સીધી અસર પાક ઉત્પાદન પર પડશે. તેને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માળોમાં ફૂગ નામનો રોગ આવી ગઈ છે. જેને લઇ માળો પણ ખરવા લાગી છૅ. આ પ્રકારે રોગચાળાને લઇ ઉત્પાદન પર અસર થવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છૅ. એરંડા પાક માંથી 50 મણ ઉત્પાદન ની આશા હતી પાણ રોગચાળાને કારણે હવે 10 થી 15 મણ ઉત્પાદન થાય તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છૅ.


PM ના ગુજરાત આગમન પહેલા ગાંધીનગરમાં મોટી ઘટના : સચિવાલય બહાર યુવકનો આપઘાતનો પ્રયાસ


બનાસકાંઠામાં કમોસમી વરસાદ આવ્યો 
ગઈકાલે બનાસકાંઠાના થરાદ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું. મોડી સાંજ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. 


અરવલ્લીના વાતાવરણમાં મોટો પલટો 
તો આજે વહેલી વસારથી જ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. વહેલીસવારથી અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. ધુમ્મસના પગલે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આવા માહોલમાં વરિયાળી, જીરુ, ઘઉં, બટાકા જેવા પાકને મોટુ નુકસાન થઈ શકે છે. 2 દિવસથી બદલાયેલા મોસમના મિજાજે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. 


ગુજરાત માટે ફરી ભયાનક આગાહી : કમોસમી વરસાદની સાથે ઠંડી ફરી ચમકારો બતાવશે