PM ના ગુજરાત આગમન પહેલા ગાંધીનગરમાં મોટી ઘટના : સચિવાલય બહાર યુવકનો આપઘાતનો પ્રયાસ

Gandhiangar News : ગાંધીનગર સચિવાલયની બહાર યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ગળે ફાંસો ખાવાની તૈયારીમાં જ હતો, અને ફાયર વિભાગની ટીમ દ્વારા તેને નીચે ઉતારી લેવાયો હતો  

PM ના ગુજરાત આગમન પહેલા ગાંધીનગરમાં મોટી ઘટના : સચિવાલય બહાર યુવકનો આપઘાતનો પ્રયાસ

Gandhiangar News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની થોડી ક્ષણો પહેલા ગાંધીનગરમા મોટી ઘટના બની હતી. ગાંધીનગર સચિવાલયની બહાર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવા યુવક સચિવાલય ગેટની બહાર એક વૃક્ષ પર ચઢી ગયો હતો. મહામહેનતે યુવકને ઝાડ પરથી નીચે ઉતારી લેવાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 10 વાગ્યાની આસપાસ એક યુવકે સચિવાલયની બહાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવા યુવક ઝાડ પર ચઢ્યો હતો. યુવકને જોઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

gandhinagar_zee.jpg

યુવકે ગળે ફાંસો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે નીચે ઉતારી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવક વલસાડનો હોવાનુ સામે આવ્યું છે. જમીનની બાબતે ઈસ્યુ હોવાના કારણે તે ઝાડ પર આપઘાત કરવા ચઢ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news