Gujarat Weather Updates: વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. ક્યારેક ઉનાળામાં ચોમાસાની જેમ વરસાદ પડે છે તો ક્યારેક આકરો તાપ. આગામી સપ્તાહ પણ ભારે તકલીફ પડશે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. મંગળવારે કરવામાં આવેલી આગાહીમાં વરસાદની સંભાવના ના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સિવાય ગરમીનું જોર ઘટવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સાવ સુકુ રહેશે. જેને પગલે લોકોને બફારાનો અને ઉકળાટનો અનુભવ થશે. બફારો એટલો થશે કે રીતસર બુમ પડાવી દેશે. જે લોકોને એસીમાં રહેવાની આદત છે તેમને તો એસી ચાલુ જ રાખવું પડશે એવી સ્થિતિ ઉભી થશે. ગરમીનો પારો નીચો આવવાની સાથે ભેજના પ્રમાણમાં પણ વધારો થશે. આકરી ગરમીથી રાહત મળી શકે છે પરંતુ બફારાના કારણે પરેસાન થવું પડશે. 25મી મે સુધી રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. 


જોકે, તે પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ગરમીમાં ઘટાડો થવાથી જે પશ્ચિમો પવનો ભેજ લઈને આવે છે તેમાં વધારો થશે. હાલ પણ રાજ્યમાં સૂર્યોદય પહેલા ભેજનું પ્રમાણ 80% પર પહોંચી જાય છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારામાં ભેજનું પ્રમાણ વધારે રહે છે. ભેજના કારણે ગરમી ઘટશે પરંતુ બફારો અને અકળામણમાં વધારો થઈ શકે છે.


અમદાવાદમાં યલો એલર્ટઃ
ગુજરાતના વાતાવરણ થતા બદલાવથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એક સપ્તાહ સુધી તમારે આકરા બફારાનો સામનો કરવો પડશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હવામાન સૂકું રહેશે તેવી આગાહી મંગળવારે કરી હતી. આ સાથે વરસાદની લગભગ કોઈ સંભાવનાના હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગરમીનો પારો નીચો આવવાની સાથે ભેજના પ્રમાણમાં પણ વધારો થશે. આકરી ગરમીથી રાહત મળી શકે છે પરંતુ બફારાના કારણે પરેસાન થવું પડશે. હવામાન વિભાગે અમદાવાદ માટે યલો એલર્ટ આપ્યું છે.