Gujarat Weather 2023: ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળશે. ફરી એકવાર આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નહીં થાય, જેના કારણે આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે. તાપમાનમાં વધારો નોંધાશે. જેના કારણે ગરમીનો અહેસાસ થશે. પવનની ગતી ધીમી પડતા ઠંડી ઘટશે. હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે. હાલ નલિયામાં 4.2 તાપમાન, અમદાવાદ 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાતિલ ઠંડી બાદ હવે કાળઝાળ ગરમીને લઈ અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ વખતે મહત્તમ તાપમાન 37 ડીગ્રી આસપાસ પહોંચશે. ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનામાં હવામાનમાં ભારે પલટાની શક્યતા જોવાઈ રહી છે. એટલે કે એવું કહી શકાય કે માર્ચમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા રહેલી છે. 25-26 માર્ચે દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે.


Mission 2024: લોકસભાની 93 સીટો, ચૂંટણી પહેલાં ભાજપે આ 4 રાજ્યો માટે બનાવી અલગ રણનીતિ


સામાન્ય રીતે એવી માન્યતા છે કે ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઇ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે. જો કે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.


અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા માટે આવશે PM MODI, આ દેશના PMને પણ અપાયું આમંત્રણ


હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે. 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થશે. અમદાવાદનું તાપમાન આજે 13.4 ડિગ્રી નોંધાયું છે.


Pakistan Economic Crisis: જો આ થયું તો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ 'છીનવી' લેશે અમેરિકા


ઉત્તર ભારતમાં ફરી એકવાર વાતાવરણ ઠંડું થઈ ગયું છે. લોકો સવાર-સાંજ ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. ભારે પવનને કારણે ઉત્તર ભારતમાં એક જ રાતમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી 2023માં વરસાદની આગાહી પણ કરી છે. 


સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના બીજે લગ્ન થતાં હતા અને પતિ પહોંચ્યો લગ્ન મંડપે, પછી.


હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે, દેશના મોટાભાગના ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે.