સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના બીજે લગ્ન થતાં હતા અને પતિ પહોંચ્યો લગ્ન મંડપે, પછી....

વેસ્ટ મુંબઈ ઘાટકોપર ખાતે રહેતો 33 વર્ષીય સ્વપનીલ તાનાજી સાબળે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચાલવે છે. સ્વપનિલના સગા મામા રમેશભાઈ વિષ્ણુભાઈ નરવડે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહે છે. જેથી તે અવાર નવાર તેમના ઘરે આવતો જતો હતો.

સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના બીજે લગ્ન થતાં હતા અને પતિ પહોંચ્યો લગ્ન મંડપે, પછી....

ઝી બ્યુરો/સુરત: શહેરમાં ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મુંબઈ ખાતે રહેતા યુવકે સગા મામાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તો મામા મામી રીત રીવાજ મુજબ લગ્ન કરાવવાની વાત કરી દીકરીને સુરત લઇ આવ્યા હતા અને બીજે લગ્ન કરાવી દીધા હતા આ દરમ્યાન લગ્ન ચાલુ હતા. ત્યારે પતિ પણ લગ્ન મંડપ ખાતે પહોચ્યો હતો અને હોબાળો થયો હતો. આખરે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે. જેમાં યુવકે પત્ની સહીત તેના માતા પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ આ કિસ્સો શહેરમાં હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

વેસ્ટ મુંબઈ ઘાટકોપર ખાતે રહેતો 33 વર્ષીય સ્વપનીલ તાનાજી સાબળે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચાલવે છે. સ્વપનિલના સગા મામા રમેશભાઈ વિષ્ણુભાઈ નરવડે સુરતના ડીંડોલી વિસ્તારમાં રહે છે. જેથી તે અવાર નવાર તેમના ઘરે આવતો જતો હતો. આ દરમ્યાન સ્વપનિલને સગા મામાની દીકરી રીનલ સાથે 2014માં પ્રેમ સબંધ બંધાયો હતો અને બંને જણાએ મામા મામીને લગ્ન મંજુર ન હોવા છતાં 2017માં મુંબઈ સ્થિત મંદિરમાં લગ્ન કરી લીધા હતા અને તેની નોંધણી મુંબઈ ખાતે કરાવી હતી. 

લગ્નના 5 દિવસ બાદ તેના મામા મામી મુંબઈ આવ્યા હતા અને ફરીથી રીત રીવાજ મુજબ લગ્ન કરાવી આપશે. તેમ વાત કરી રીનલને પોતાની સાથે સુરત લઇ આવ્યા હતા. સુરત આવ્યા બાદ સ્વપનિલના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું અને વર્ષ 2018માં સ્વપનિલ અને તેના ઘરના સભ્યો વિરુદ્ધ રીનલના અપહરણની ફરિયાદ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમાં સ્વપનિલ અને તેના પરિવારજનો જામીન પર છૂટ્યા છે અને તે કેસ કોર્ટમાં હાલમાં ચાલુ છે.

આ ઉપરાંત સ્વપનિલ દ્વારા બાંન્દ્રા સ્થિત ફેમીલી કોર્ટમાં લગ્ન હક્કના ફરીથી સ્થાપન માટે પીટીશન દાખલ કરી છે. જે પણ હાલમાં ચાલુ છે દરમ્યાન 31 જાન્યુઆરી 2023ના રોજ રીનલના લગ્નની જાણ સ્વપનિલને શોશ્યલ મીડિયા થકી થઇ હતી. જેથી તે તેની માતા અને બહેન સાથે સુરત આવ્યો હતો અને લગ્ન પ્રસંગ ચાલુ હતો ત્યાં પહોચ્યો હતો. આ દરમ્યાન તેની મામી અને રીનલની બહેન ત્યાં આવી હતી સ્વપનિલએ રીનલના મારી સાથે છુટાછેડા થયા નથી અને તમે બીજા લગ્ન કરો છો તેમ કહેતા સ્વપનિલ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ સમગ્ર મામલે સ્વપનિલએ ડીંડોલી પોલીસ મથકે પહોચી પત્ની રીનલ, મામા રમેશ વિષ્ણુ નરવડે, મામી સુનીતા નરવડે અને રીનલની બહેન તેજલ અને અનિકેત બોરાડ સામે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news