અમદાવાદ: ગુજરાતના બેરોજગારીથી પીડાતા યુવાનો માટે એક ખુબ સારા સમાચાર છે. ગુજરાતમાં જે પણ ઈન્ડસ્ટ્રી આવશે તેણે રોજગાર મામલે હવે ગુજરાતીઓને પ્રાથમિકતા આપવી જ પડશે. તેમણે ખાતરી આપવી જ પડશે કે 80 ટકા રોજગાર તે રાજ્યના લોકોને આપશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ રાજ્ય સરકાર આ માટે એક કાયદો લાવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી છે. રાજ્ય સરકારના અધિકારીઓનું કહેવું છે કે સરકાર ડોમિસાઈલ(નિવાસસ્થાન)ની વ્યાખ્યાને પારદર્શક કરવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી અપ્રેન્ટિસશિપ યોજનામાં 8500 યુવાઓને એગ્રિમેન્ટ લેટર આપ્યાં બાદ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે જે લોકો ગુજરાતમાં બિઝનેસ સેટઅપ કરવા માંગે છે (તેમાં સર્વિસ સેક્ટર પણ સામેલ છે) તેમણે એ વાતની ખાતરી આપવાની રહેશે કે તેઓ 80 ટકા રોજગાર ગુજરાતીઓને આપશે. રાજ્ય સરકાર આ દિશામાં કાયદો બનાવવાનું કામ કરી રહી છે. 


80 ટકા રોજગારી ગુજરાતીઓને આપવા ઉપરાંત રાજ્ય સરકાર ઈચ્છે છે કે ઈન્ડસ્ટ્રી 25 ટકા નિયુક્તિ તે વિસ્તારમાં કરે જ્યાં ઈન્ડસ્ટ્રી લાગી રહી છે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે અમે આ પ્રકારનો કાયદો લાવવા જઈ રહ્યાં છીએ. તેનાથી રાજ્યના એન્જિનિયર, કોમ્પ્યુટરનો અભ્યાસ કરનારા અને અન્ય સ્થાનિક યુવાઓને લાભ મળશે. માર્ચ 1995માં પસાર થયેલા એક સરકારી પ્રસ્તાવ મુજબ છેલ્લા 15 વર્ષોથી રાજ્યમાં રહેતા લોકોને સ્થાનિક લોકો તરીકે પરિભાષિત કરવામાં આવ્યાં છે. જો કે હવે તેને ઘટાડીને સાત વર્ષ કરી નાખવામાં આવ્યું છે. 


મૂળ પ્રસ્તાવ મુજબ ગુજરાતમાં તમામ ખાનગી, રાજ્ય અને કેન્દ્ર સરકારની શાખાઓએ એ સુનિશ્ચિત કરવાનું છે કે શ્રમિકોના ગ્રેડમાં 85ટકા નોકરીઓ સ્થાનિક નિવાસીઓ માટે અનામત હોય. Percent managerial અને સુપરવાઈઝરી પદો માટે આ ટકાવારી 50 ટકા હોઈ શકે છે. મુખ્યમંત્રીની ટિપ્પણીઓ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે રાજ્ય સરકારની હાલની નીતિઓ હેઠળ, ઊદ્યોગો માટે પોતના કર્મચારીઓના 85ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવી જરૂરી છે. 


રાજકોટમાં ડેકોરા બિલ્ડર્સને ત્યાં દરોડા, આઈટી વિભાગનું 44 સ્થળે મેગા સર્ચ ઓપરેશન


જો કે રાજ્ય સલરકાર ગુજરાતની નિવાસી તરીકે ગણાવતી પરિભાષાને સારી રીતે ટ્યૂન કરવાની પ્રક્રિયામાં છે. ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ કહ્યું કે નિયમ પહેલેથી જ છે. પરંતુ તેને ન માનનારા અને ભંગ કરાનારાઓને દંડિત કરવા માટે કોઈ કાયદો નથી. 


રાજ્ય સરકારના એક અન્ય અધિકારીએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે નિવાસીની વર્તમાન વ્યાખ્યા ખુબ વ્યાપક છે. આથી સ્થાનિક નિવાસીઓને ક્યારેક ક્યારેક જરૂરી લાભો મળતા નથી. આ પ્રકારે સરકાર આ અધિનિયમને ફરીથી પરિભાષિત કરવા અને સ્પષ્ટ રીતે રાજ્ય માટે કરવાની કોશિશ કરી રહી છે. 


મંગળવારે પોતાના ભાષણમાં મુખ્યમંત્રી રૂપાણીએ બેરોજગારીના મુદ્દે કોંગ્રેસની ટીકા પણ કરી. તેમણે બેરોજગાર યુવાઓ માટે ભથ્થાની કોંગ્રેસની માગણીની ટીકા કરતા કહ્યું કે બેરોજગારોને રોજગારી આપવાની જરૂરી છે, બેરોજગારી ભથ્થું નહીં. તેમણે કહ્યું કે યુવાઓને રોજગારી આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે. 


ગુજરાતના વધુ સમાચારો માટે કરો ક્લિક...