અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. હાલના તાપમાનથી લગભગ બેથી ત્રણ ડીગ્રી જેટલું લઘુતમ તપમાન આગામી બે દિવસમાં ઘટવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ, ડીસા, નલિયા અને રાજકોટ જેવા શહેરોમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ માહિતી આપતા હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજ્યભરના અમુક વિસ્તારોમાં હાલ વાદળો દેખાઈ રહ્યા છે જેની પાછળ રાજસ્થાન ઉપર સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઇન્ડયુઝડ સર્ક્યુલેશન જવાબદાર છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઇન્ડયુઝડ સર્ક્યુલેશન પૂર્વ તરફ આગળ જલ્દી જ આગળ વધશે જેને કારણે રાજ્યમાંથી વાદળો જલ્દી જ દૂર થશે.


વધુમાં વાંચો...આ આત્મવિશ્વાસની નહીં પણ ભાજપના અભિમનની હાર છે: રેશમા પટેલ


મહત્વનું છે, કે જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે આગમી 2 દિવસ સુધી રાજ્યમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. સાથે જ ઉત્તર ભારતમાં ધીમે ધીમે ઠંડીના ચમકારો વધવાને કારણે હવામાન ખાતાએ ગુજરાતમાં પણ ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો આવ્યો છે.