Inflation તેજસ દવે/મહેસાણા : મોંઘવારીના મારે તમામ વર્ગોને રોવડાવ્યા છે, ત્યારે આ વર્ષે આખા વર્ષનું મરચું ઘરમાં ભરવાનો માર્ચ અને એપ્રિલ મહિનામાં સમય હોય છે. આવા સમયે ઉત્તર ગુજરાતનું જોટાણાનું ફેમસ મરચું મોંઘુ બન્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને ફાયદો, પણ લોકોને નુકસાન
ઉત્તર ગુજરાત, એમાં પણ મહેસાણા જિલ્લામાં કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને હવે રૂટિન ખેતી કરવી મુશ્કેલ બની છે. ત્યારે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં ખેડૂતો હિંમત નહિ હારી રોકડીયા પાક મરચાની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે. ખેતરમાં ઉત્પાદન થતા લીલા મરચાનો શાક માર્કેટમાં યોગ્ય ભાવ નહિ મળતા મરચાને છોડ પર જ સુકાવા દઈ મરચાના ડોડવા તૈયાર કરે છે અને ત્યાર બાદ સૂકા આખા મરચા જોટાણા માર્કેટ યાર્ડમાં વેચે છે. જેના કારણે ખૂબ સારી આવક થઈ રહી છે. આ વખતે કમોસમી વરસાદને કારણે ઉત્પાદન આ વિસ્તારમાં ઘટતાં ભાવ ગત વર્ષ કરતા 25 ટકા વધુ મળતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે પણ ગ્રાહકોને મરચા મોંઘા થતા રોવાનો વારો આવ્યો છે.


એકઝાટકે પોતાના માથા વાઢીને ગુજરાતી દંપતીએ બલી આપી, એ કમળ પૂજા શું છે જાણો


લોકો માટે મરચું 25 ટકા મોંઘું 
જોટાણા તાલુકામાં મોટા ભાગના ખેડૂતો મરચાની રોકડીયા પાકની ખેતી કરી રહ્યા છે. અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે પણ આ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો આવવાના કારણે ઉત્પાદન ઘટ્યું છે તો તેની સામે ખેડૂતોને ગત વર્ષ કરતા ભાવ ખૂબ સારા મળી રહ્યા છે. ત્યારે આ સાલ આમ જનતા માત્ર મરચું 25℅ મોંઘુ પડી રહ્યું છે. ગત વર્ષની જો વાત કરીએ તો 400 થી 700 પ્રતિ મણ ડોડવાનો ભાવ મળતો હતો જે આ વર્ષે વધીને 900 થી 1100 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ લોકોને ઘર માટે ખરીદવા નું 25℅ મોંઘુ થયું છે. 


ઊંઝા જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ખેડૂતો વહેપારિયો બની મરચાને દળીને બિઝનેશ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે. જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત આજુબાજુમાં 200 કિમિ સુધી વેચાણ પણ થઈ રહ્યું છે.


આ વાંચીને તમે અમદાવાદ છોડીને બીજે રહેવા જશો, અહી રહેવાનો મોહ હોય તો છોડી દેજો


આમ જોટાણા તાલુકો વિકાસથી ચોક્કસ પાછળ છે પણ વ્યવસાયથી અગ્રેસર બની એક આગવી ઓળખ ઉભી કરવામાં ચોક્કસ સફળ સાબિત થયો છે અને મરચું ભલે તીખું હોય પણ તેની મીઠાસ આસપાસના 200 કિમિ સુધી ફેલાઈ છે.


ગુજરાતમાં જોટાણા દેશી મરચા માટે છે ખ્યાતનામ
મહેસાણામાં આવેલ જોટાણા તાલુકોના રવિ સીઝનમાં ઉત્પાદન થતા લાલ-લીલા મરચાં જોટાણા પંથક માટે ગૌરવ અપાવે છે. આ વિસ્તારમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાંના છોડ માટે અનુકૂળ હોઈ અહીં લાંબા અને લાલ ચટ્ટાક દેશી મરચાનું ઉત્પાદન થાય છે. જોટાણા પંથકનું મરચુ દેખાવે અને સ્વાદે અન્ય મરચાની સરખામણી કરતા ચડિયાતું હોય છે. જોટાણાના મરચાંની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલ હોઈ અહીં દૂર દૂરથી ગ્રાહકો અહી મરચુ ખરીદવા આવે છે. અહીંના દેશી મરચાની ખાસિયત એ છે કે સ્વાદે મીઠું અને ઠંડક વાળુ હોય છે. 12 મહિના સુધી અહીંના મરચાંનો કલર એવો જ રહે છે.


મૃત્યુના બે વર્ષ બાદ પતિ જીવતો ફર્યો, વિધવા થઈને જીવતી પત્નીની માંગમાં સિંદૂર ભર્યું