એકઝાટકે પોતાના જ માથા વાઢીને ગુજરાતી દંપતીએ બલી આપી, એ કમળ પૂજા શું છે અને કેવી રીતે થાય છે જાણો

Human Sacrifice : ટેક્નોલોજીના આ યુગમાં આજે પણ કેટલાક ગામડાઓમાં અંધશ્રદ્ધાનો ભોગ લોકો બની રહ્યા છે... આવું જ કંઈ થયું રાજકોટમાં જ્યાં અંધશ્રદ્ધાના કારણે એક દંપત્તિનું જીવન ગયું છે... જેઓએ પોતાની જ બલિ ચઢાવી
 

એકઝાટકે પોતાના જ માથા વાઢીને ગુજરાતી દંપતીએ બલી આપી, એ કમળ પૂજા શું છે અને કેવી રીતે થાય છે જાણો

Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : આપણે ત્યાં અંધશ્રદ્ધાના કિસ્સાઓમાં ચોકાવનારો વધારો થઈ રહ્યો છે પરંતુ રાજકોટના વિછીયા ગામે દંપતીના અંધશ્રદ્ધાના કિસ્સાએ સમગ્ર લોકોને હચમચાવી નાખ્યા છે. અંધશ્રદ્ધામાં પરિવારના લોકોમાંથી ગમે તેની બલી ચડાવામાં આવતી હોવાના અનેક કિસ્સા જોયા હશે. પરંતુ આ પ્રથમ કિસ્સો એવો હશે કે દંપતીએ પોતાની જાતે પોતાની બલી ચઢાવી. રાજકોટના વિછીયા ગામે એક અજીબો ગરીબ ચોકાવનારો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો કે જેમાં પતિ પત્નીએ હવન કુંડમાં પોતાની આહુતિ આપી દીધી હતી એટલું જ નહીં અંશ્રદ્ધામાં પડેલા આ દંપતીએ સુસાઇડ નોટ પણ લખી છે જેમાં તેમણે આ પગલું ભરવા પાછળ પોતાને જ દોષિત ગણાવ્યા છે આ સમગ્ર મામલાની જાણ થતા સ્થાનિક પોલીસ દંપતીના મૃતદેહને પીએમ માટે રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. 

રાજકોટ જિલ્લાના વિછીયા ગામે રહેતા હેમુભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન મકવાણાએ શનિવારે રાત્રિના તાંત્રિક વિધિ કરી હતી ત્યારબાદ બંને પૂજા કરીને હવન કુંડમાં પોતાની બલી ચડાવી મસ્તક હોમી દીધું હતું.. બલી ચઢાવતા પહેલા તેમના સગીર વયના દીકરા અને દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા હતા અને બાદમાં પૂજા વિધિ નો સામાન લઈને ખેતર તરફ ગયા હતા.. રવિવારે જ્યારે તેમના દીકરા અને દીકરી પોતાના ખેતરે આવ્યા ત્યારે માતા પિતા નો મૃતદેહ જોઈ બૂમો વાર્તા આસપાસમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા અને આ સમગ્ર બનાવની પોલીસને જાણ કરી હતી.

મૃતક હંસાબેનના પિતરાઈ ભાઈ જેન્તીભાઇ જતપરાએ ઝી ૨૪ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા બેન અને બનેવી ખૂબ જ ધાર્મિક હતા. ઘરે પણ મંદિર બનાવ્યું છે અને વાળીએ પણ હવનકુંડ બનાવ્યો હતો. શનિવારની રાત્રે મારા બેન હંસાબેન તેમના દીકરા હરસુખ અને દીકરી મમતાને મારા ઘરે મૂકી ગયા હતા. બધા રાત્રે સાથે જમ્યા પણ હતા, આજે રવિવાર હોવાથી બાળકો રોકાઈ ગયા હતા અને બેન-બનેવી ચાલ્યા ગયા હતા. બનેવી મજૂરી કામ કરે છે આર્થિક કોઈ ખેંચતાણ તેમને નથી. આજે તેઓ બપોરે 11 વાગ્યે ઘરે પહોંચતા તેમના ભત્રીજાએ જણાવ્યું હતું કે, બેન અને બનેવીનું ગળું કપાઇ ગયું છે. જ્યાર પછી અમે વાળીએ જઈ અને જોયું તો બેનનું માથું હવન કુંડમાં પડ્યું હતું. જયારે બનેવીનું માથું બાજુમાં પડ્યું હતું. તેમને કોઈ ગુરુ કે ભૂવા ન હતા. પરંતુ પોતે જાતે જ માંચડો બનાવી બંને સાથે સૂઈને પોતાની જાતે બલી ચડાવી દીધી છે. પોતાના બે બાળકોનો પણ એક મિનિટ માટે વિચાર કર્યો ન હતો.

વધુમાં જણાવ્યું હતું કે મારા બેન અને બનેવીને કોઈ પણ જાતની આર્થિક તકલીફ નહોતી. ભાઈઓમાં પણ કોઈ વિવાદ નહોતો. છેલ્લા 2 મહિનાથી વાડીએ પૂજા કરતા હતા. ગઈકાલે રાત્રે ફૂલ લઈને વાડીએ ગયા હતા. પતિ-પત્નીએ હવનકુંડમાં પૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી છે. બંને સુસાઈડ નોટને લોકો જોઈ શકે તે માટે ચીપકાવવામાં આવી હતી. સાથે રૂ. 50નો સ્ટેમ્પ પેપર પણ મળ્યો હતો. સુસાઈડ નોટના બીજા પાનામાં જે ભગવાન ભોલેનાથ લખીને શરૂઆત કરી છે અને તેમાં લખ્યું છે, અમે બેય અમારા હાથે અમારી રાજીએ અમારા હાથે જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરના હંસાબેનને મજા નથી રહેતી. અમારા ભાઈઓ પણ અમારા માડુ બાપુજી પણ અમારાબેને પણ કોઈ દિવસ અમને કંઈ કહ્યું નથી, એટલે એને પણ કોઈ જાતની પુછપરછ કરતા નહીં.મારા સાસુ મારા સસરા પણ અમને કાંઈપણ કીધેલ નથી, એટલે કોઈ પ્રકારની પુછપરછ ના કરતા. અમને કોઈએ કાઈ કહ્યું નથી. અમે અમાર હાથે કરું છે. કોઈ પ્રકારની પુછપરછ ના કરતા.

વિછીયા ગામમાં અંધ શ્રદ્ધાનો જે કિસ્સો આવ્યો તેને વિજ્ઞાન-જાથાય ખૂબ જ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને તેમણે રાજ્ય સરકારને અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો બનાવવા માટેની ઝી ૨૪ કલાકના માધ્યમથી વાત કરી હતી. વિછીયા ગામે વિજ્ઞાન જાથાની ટીમ જઈને તપાસ પણ કરશે અને આમાં જો કોઈ પણ તાંત્રિક સામેલ હશે તો તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થાય તેવી રજૂઆત પણ કરવામાં આવશે.

શું છે કમળ પૂજા
આ ઘટનામાં બલી ચઢાવવાની કમળ પૂજા ચર્ચામાં આવી છે. જેમાં જૂના જમાનામાં રાજા-મહારાજા અને અંગ્રેજો દ્વારા અપાતી મૃત્યુદંડની સજા માટે વપરાતા માંચડા જેવો માંચડો તૈયાર કરાયેલો હતો. એમાં પતિ-પત્ની હવનકુંડની બાજુમાં સૂઈ ગયાં હતાં. કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યાર બાદ એને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાની ઊંચાઈથી પટક્યું હતું. એમાં પતિ અને પત્નીનાં મસ્તક કપાઈ ગયાં હતાં. પત્નીનું મસ્તક હવનકુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવનકુંડથી દૂર પડ્યું હતું. ખેતરમાં ઊભા કરાયેલા ઝુંપડામાં પતિ-પત્નીએ જ્યાં હવનમાં આહુતિ આપી ત્યાં એક શિવલિંગ સ્થાપવામાં આવ્યું હતું. એને ફૂલહાર પણ કરાયા હતા. જ્યારે હવનકુંડ પાસે શ્રીફળ રાખવામાં આવ્યાં હતાં, સાથે સાથે બાજુમાં અગરબત્તીઓ પણ પ્રગટાવવામાં આવી હતી. એટલું જ નહીં, ત્યાં પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. અબીલગુલાલથી કોઈ દેવતાના ફોટો અને હાથે બનાવેલી કોઈ દેવતાની મૂર્તિને ફૂલહાર કરાયો હતો. ત્યાં લીંબુ, માળા અને કળશ પણ પડ્યાં હતાં. જ્યારે પતિ-પત્નીએ બલિ આપવા માટે જૂના જમાનામાં તૈયાર કરાતા મૃત્યદંડ માટેના ધારધાર અસ્ત્ર જેવું શસ્ત્ર બનાવીને દોરીથી બાંધ્યું હતું. એને સંભવતઃ એક લોખંડની કરવતની મદદથી કાપવામાં આવ્યું હોવાની શક્યતા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news