અમદાવાદ :કેમ છો ગુજરાત?? તમારી વાત કરવા આપની ચેનલ ZEE 24 કલાક ગુજરાત યાત્રા સાથે આવી રહી છે તમારા શહેરમાં, તમારી વચ્ચે, તમારી વાતો કરવા... આપની પોતાની ચેનલ ZEE 24 કલાક જ્યારે તમારી વચ્ચે આવી રહી છે ત્યારે તમે બોલશો અને અમે સાંભળીએ તમારી વાત.. જી હાં એ જ ઉદેશ્ય સાથે તમારી વાત કરવા તમારા શહેરમાં અમારી ગુજરાત યાત્રા આવી રહી છે. આ ગુજરાત યાત્રાને પહેલાં દિવસે અમદાવાદના મેયર બીજલ પટેલના હસ્તે ફ્લોગ ઓફ કરવામાં આવ્યું હતું. મેયર બીજલ પટેલે ગુજરાત યાત્રાની ગાડીની વિધિવત પૂજા કરીને તેને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તો આજે બીજા દિવસે ગુજરાત સરકારના મંત્રી કૌશિક પટેલે ગાડીઓને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાકની 2 એલઈડી વાન ગુજરાત યાત્રા પર નીકળી છે. જે ગુજરાતના 33 જિલ્લામાં ફરશે. આ વાન તમારા ગામ, તમારી શેરી, તમારી સોસયટી સુધી પહોંચશે. આ વાન દ્વારા તમારી વાત, તમારી સફળતા તથા તમારા ગામ-શહેરની સમસ્યા જાણવાનો પ્રયાસ કરાશે. ગઈકાલે પહેલા દિવસે વાન અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પહોંચી હતી. ત્યાંના રહીશોની વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ઝી 24 કલાકની ટીમે લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શુક્રવારે બીજા દિવસે ગુજરાત યાત્રાનો પ્રારંભ મંત્રી કૌશિક પટેલના હસ્તે કરાવ્યો હતો, જેના બાદ આ વાન અન્ય વિસ્તારોમાં જવા નીકળી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક