ગુજરાતના યુવાધનને નશેડી બનાવવાનું કૌભાંડ: ભરૂચ: SOG દ્વારા 4.34 લાખ રૂપિયાનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ ઝડપાયું
શહેર SOG અને સી ડિવિઝન પોલીસે મૂળ કંથારીયા ગામ અને હાલ મુંબઈ રહેતા યુવાનને ઝાડેશ્વર ચોકડી પરથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ (એફેડ્રોન નામનું પ્રતિબંધીત ડ્રગ્સ) 43 ગ્રામ 40 મીલી ગ્રામના કિ.રૂ. 4.34 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં યુવાધનને નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા માટે જણાવાયું છે.
ભરત ચુડાસમા/ભરૂચ: શહેર SOG અને સી ડિવિઝન પોલીસે મૂળ કંથારીયા ગામ અને હાલ મુંબઈ રહેતા યુવાનને ઝાડેશ્વર ચોકડી પરથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ (એફેડ્રોન નામનું પ્રતિબંધીત ડ્રગ્સ) 43 ગ્રામ 40 મીલી ગ્રામના કિ.રૂ. 4.34 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં યુવાધનને નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા માટે જણાવાયું છે.
Gujarat Corona Update: આજે કોરોનાના નવા 1278 નવા કેસ, 1266 દર્દી સાજા થયા, 10ના મોત
ભરૂચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સપેક્ટર અને ભરૂચ શહેર સી ડીવીઝન દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ઝાડેશ્વર ચોકડી પરથી બાતમી મુજબનો એક ઇસમ આવતા તેનો કોર્ડન કરી પકડી લઇને તેની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ 43 ગ્રામ 40 મીલી ગ્રામ કિંમત રૂપિયા 4,34,000 ના જથ્થા સાથે તથા મોબાઇલ ફોન એક રૂપિયા 3000 મળીને કુલ રૂપિયા 4.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. એન.ડી.પી.સી એક્ટની કલમ 4 (સી), 22 (બી), 29 મુજબ ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થતી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કુખ્યાત જયેશ પટેલનો વધુ એક સાગરીત રજાક સોપારી ATS અને જામનગર SOG ના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો
મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે ઝડપાયેલા ઇકરામ યુસુફભાઇ પટેલ (વોરા પટેલ) રહે , યુનીટ નં .૨૯ , રૂમ નં .૩૦૩ , ફ્લેટ નં .૩ , બિલ્ડીંગ .૭ , આરે રોડ , રૉયલ પામ , મયુર નગર પાસે , આરે મીલ્ક કોલૉની , ગોરેગાંવ ઇસ્ટ , મુંબઇ મૂળ ભરૂચ તાલુકાના કંથારીયા ગામનો વતની છે. તે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો. કોને આપવાનો હતો. તેમજ કેટલા સમયથી આ નશીલા પદાર્થની હેરફેરમાં સંકળાયેલો છે તે અંગે તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube