• તેમના નિધનથી ગુજરાતી નાટકો અને સિને જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને દુખ વ્યકત કર્યુ


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતી રંગમંચના જાણીતા કલાકાર અરવિંદ જોશી (Arvind Joshi) નું આજે સવારે નિધન થયું છે. અરવિંદ જોશી બોલિવુડ એક્ટર શરમન જોશી (sharman joshi) ના પિતા છે. તેમજ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. તેમના નિધનથી ગુજરાતી નાટકો અને સિને જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને દુખ વ્યકત કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિદં જોશી ( arvind joshi ) નો સમગ્ર પરિવાર અભિનય સાથે સંકળાયેલો હતો. તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશી (pravin joshi) ના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી ( sharman joshi ) અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.


આ પણ વાંચો : Surat માં બાળકો સુધી પહોંચ્યો ક્રાઈમ, 13 વર્ષના બાળકે તેના મિત્રની કરી હત્યા 



અરવિંદ જોશી રંગભૂમિના દિગ્ગજ કલાકાર હતા. તેમણે નિર્માતા, લેખક, દિગ્દર્શક તરીકે પણ કામગીરી કરી છે. અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલે (sholay) માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. જ્યારે 1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ.