મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. ‘પ્રેમજી અને મહોતુ’ની અભિનેત્રી હેપી ભાવસારનું નાની ઉંમરે નિધન થયુ છે. ફેફસાના કેન્સરની બીમારીના કારણે હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે અકાળે અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફરી વળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેપી ભાવસાર ગુજરાતી અભિનેતા મૌલિક નાયકના પત્ની હતા. હેપી ભાવસારે અઢી મહિના પહેલાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમણે પ્રેમજી અને મહોતુ જેવી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યુ હતું. સાથે જ શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવી જાણીતા બન્યા હતા. ‘પ્રીત પીયુને પાનેતર’ના 500થી વધુ શો કર્યા હતા. સાથે જ મોન્ટુની બીટ્ટુ અને મૃતતૃષ્ણા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.


આ પણ વાંચો : હાઈકોર્ટે AMC ના કાન આમળીને કહ્યું, 72 કલાકમાં અમદાવાદમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો


[[{"fid":"399262","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"happy_bhavsar_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"happy_bhavsar_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"happy_bhavsar_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"happy_bhavsar_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"happy_bhavsar_zee2.jpg","title":"happy_bhavsar_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ગુજરાતી સિનેમામાં હેપી ભાવસાર વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય રહ્યા હતા. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને તેઓ ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા. હેપી ભાવસાર અનેક ગુજરાતી સિરીયલ્સ, નાટકો અને ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પ્રેમજી, મૉન્ટુ ની બીટ્ટુ, મૃગતૃષણા જેવી જાણીતી ફિલ્મોમાં તેમના અભિનયને ભારે વખાણવામાં આવ્યો હતો.