હાઈકોર્ટે AMC ના કાન આમળીને કહ્યું, 72 કલાકમાં અમદાવાદમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો

અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ... AMCના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું- હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો

હાઈકોર્ટે AMC ના કાન આમળીને કહ્યું, 72 કલાકમાં અમદાવાદમાંથી રખડતાં ઢોરનો આતંક દૂર કરો

અમદાવાદ :સ્માર્ટ સિટી અમદાવાદ રખડતા ઢોરનો અડ્ડો બનતા હવે હાઈકોર્ટે પણ લાલ આંખ કરી છે. હાઈકોર્ટે 72 કલાકમાં અમદાવાદમાં રખડતાં ઢોરનો આતંક દૂર કરવા AMC ને આદેશ કર્યો છે. હાઈકોર્ટે AMC પૂછ્યું કે, શું અત્યારે રસ્તા પર એક પણ રખડતું ઢોર નથી. કેમ તંત્ર ઢોરને નથી પકડતું. આજથી સતત 3 દિવસ સુધી પેટ્રોલિંગ કરી ઢોરનો આતંક દૂર કરવા આદેશ કર્યો છે. સાથે જ રખડતાં ઢોર અંગે 2 અધિકારીઓની નિમણૂંક કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, રસ્તે રખડતાં ઢોર પર વિશેષ ધ્યાન આપવામાં આવે. પેટ્રોલિંગ શિફ્ટ વધારવા અને જરૂરી પગલાં લેવામાં આવે. સાથે રખડતાં ઢોર અંગે રિપોર્ટ તૈયાર કરવા ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીને સૂચના પણ આપી છે.

અમદાવાદની જનતાને 72 કલાકમાં રખડતાં ઢોરથી મુક્તિ આપવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. રખડતાં ઢોરને કારણે થતાં અકસ્માતો વધી રહ્યાં છે. ત્યારે આ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફટકાર લગાવી હતી. AMC ના કાન આમળીને હાઈકોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના આદેશનું પાલન નહીં થાય તો કાર્યવાહી માટે તૈયાર રહો. સુનાવણીમાં ખંડપીઠે સરકારને ટકોર કરી હતી. જેમાં એએમસીને કહેવાયું હતું કે, સોમવાર સુધીમાં આ સમસ્યા પર અંકુશ માટે પ્રસ્તાવ નહિ લાવો તો અમે કડકમાં કડક આદેશો જારી કરીશું. આ પરિસ્થિતિ ચેતવણીરૂપ છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આવતીકાલથી રસ્તા પર ઢોરને લીધે કોઈને અકસ્માત કે મોત નીપજવું ન જોઈએ. 

સરકારના આદેશથી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે?
ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો કે પશુઓ કોઇને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરાશે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે. એટલુ જ નહિ, ઢોરવાડા સુધી રખડતા ઢોરને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news