Surat News ચેતન પટેલ/સુરત : 26 જુલાઈ 1999 નો દિવસ દરેક ભારતીયોના હૃદયમાં સચવાયેલી તારીખ છે. કારગિલના શિખર પર દગાથી કબજો જમાવનાર પાકિસ્તાની ઘૂસણખોરોને પછાડીને ભારતીય સેનાએ ત્યાંના શિખર પર ફરી કબજો મેળવ્યો હતો. ત્યારે  કારગિલ વિજય દિવસને લઈને આજે વાત કરીશું સુરતના રિટાયર્ડ એરફોર્સ ઓફિસર હરેન ગાંધીની. મૂળ લુણાવાડાના અને સુરતમાં વસેલા હરેન ગાંધી કારગીલ યુદ્ધ વખતે એરફોર્સની ટીમમાં રડાર યુનિટ સંભાળી રહ્યા હતા, તે સમયે કેવો માહોલ હતો તે તેમણે વર્ણવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે એરફોર્સમાં જોડાયા 
આજે કારગીલ યુદ્ધને 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ દિવસ સાથે અનેક પરિવારોની ભાવના જોડાયેલી છે ત્યારે સુરતમાં પણ એક આવા જ પરિવારના યોદ્ધા છે જેમણે એરફોર્સમાં રહીને કારગીલ યુદ્ધ સમયે જવાબદારીપૂર્ણ યુનિટ સંભાળ્યું હતું. હરેન ગાંધી ગોધરા નજીક લુણાવાડાના રહેવાસી છે અને 17 વર્ષની ઉંમરે આકાશમાં વિમાન જોઈને તેમને એરફોર્સમાં જોડાવાનું સ્વપ્ન સેવ્યું હતું. બાદમાં એરફોર્સમાં ગ્રાઉન્ડ ટ્રેનિંગ ઈન્સટ્રક્ટર તરીકે જોડાયા હતા. સૌથી અગત્યની બાબત એ છે કે તેઓ ધોરણ 12 માં ભણી રહ્યા હતા અને તે સમયે સમાચારપત્રમાં એરફોર્સમાં ભરતી થવા અંગેની જાહેરાત જોઈ હતી. જાહેરાત જોયા બાદ તેમણે તેમના પિતાને તેમની રુચિ બતાવી હતી અને તેમના પિતાજીએ વર્ષ 1989માં રૂ.400 નો મની ઓર્ડર કર્યો હતો અને ત્યારબાદ કેટલાક સમય બાદ તેમને વળતા જવાબમાં એરોફોર્સ જોઈન કરવાનું ફોર્મ મળ્યું હતું. તેઓ મુંબઈમાં પરીક્ષા આપવા માટે પણ ગયા હતા, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી 1239 લોકોએ પરીક્ષા આપી હતી અને તેમાંથી માત્ર બે જ વ્યક્તિ પાસ થયા હતા. જેમાં એક નામ હરેન ગાંધીનું હતુ. 


નવસારી જળબંબાકાર! પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી શહેર પાણીમાં ડૂબ્યું


બાળકીના પત્રએ અમે જુસ્સો અપાવ્યો
યુદ્ધ સમયની સ્થિતિનો ચિતાર આપતા હરેન ગાંધીએ જણાવ્યું હતું કે, અમારું મનોબળ એક નાની બાળકીના એક પત્ર જાળવી રાખ્યું હતું. જેમાં તેણે હાથ થી બનાવેલો કાર્ડ અમને મોકલ્યો હતો. તેમાં તેણે લખ્યું હતું Soldier We Are Proud of You. હમેં વિશ્વાસ હૈ કી આપ પાકિસ્તાન પર વિજય પાકે રહોગે. જય હિન્દ. We Love You.એ કાર્ડ અમે ટેન્ટમાં અરીસા પર ચિપકાવી રાખ્યું હતું અને સવાર સાંજ તે કાર્ડ તરફ નજર નાંખી મોટીવેટ થતા હતા. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કારગીલ યુદ્ધ દરમિયાન દેશની રાજધાની મુંબઈ અને બોમ્બે હાઈ પર પાકિસ્તાની એસ્ક્રાફટ્સ દ્વારા હવાઈ હુમલાનું જોખમ હતું. એ સમયે ભારતીય વાયુ સેનાએ દીવના દરિયા કાંઠે રડાર ગોઠવ્યુ હતું. કારણકે મુંબઈ પહોંચવા ગુજરાતના દરિયાકાંઠા પરથી પસાર થવું પડે છે અને રડારના સંચાલન માટેના યુનિટના સભ્યોની ફિટનેસ જાળવી રાખવાની, રડારની સુરક્ષાની જવાબદારી અને વેપન ટ્રેનિંગમાં મારો હાથ રહ્યો હતો. મેં પાંચ વર્ષ સુધી પરેડ ની ટ્રેનિંગ પણ આપી છે.


વડોદરામાં વિશ્વામિત્રીમાં પૂરથી તબાહી : નદી પાસે ભરાયેલા પાણીનો ડ્રોન વીડિયો ભયાનક


આજે આખો દેશ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે..આજથી બરાબર 25 વર્ષ પહેલા ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી..ઓપરેશન વિજયના સફળ થવાની યાદમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 26 જુલાઈ 1999ના દિવસે ભારતીય સેનાએ ટાઈગર હિલ પર તિરંગો લહેરાવી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. 84 દિવસ ચાલેલા યુદ્ધમાં ભારતીય સેનાના 527 જવાનો  શહીદ થયા હતા. જ્યારે ભારતીય સેનાના 1363 જવાનો ઘાયલ થયા હતા. ત્યારે આજે આપણા આ જાંબાઝ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રધાનમંત્રી મોદી આજે લદ્દાખના કારગિલની મુલાકાતે છે. દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે આયોજિત સિલ્વર જ્યુબિલિ કાર્યક્રમમાં PM હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મહત્વનું છે, 5 મે 1999ના રોજ પાકિસ્તાનની ઘૂસણખોરી બાદ મેથી જુલાઈ સુધી કારગિલ પર્વતમાળામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધ લગભગ 84 દિવસ સુધી ચાલ્યું. 26 જુલાઈ 1999ના રોજ ભારતની જીત સાથે યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થયું. ભારતીય સૈનિકોના બલિદાન અને બહાદુરીને યાદ કરીને, દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ જવાનોના શૌર્યને યાદ કરવાનો દિવસ છે..જેમણે જાંબાઝી બતાવીને દુશ્મન દેશ પાકિસ્તાનને એવી ધૂળી ચટાડી હતી, જે તે આજ સુધી નથી ભૂલી શક્યું. કારગિલ દિવસ પર ભારત માતાને એ સપૂતોને યાદ કરીને દેશના નાગરિકો તેમને નમન કરી રહ્યા છે.


આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું