વડોદરામાં વિશ્વામિત્રીમાં પૂરથી તબાહી : નદી પાસે ભરાયેલા પાણીનો ડ્રોન વીડિયો ભયાનક

Vadodara Flood : વડોદરામાં ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પૂરના ભરાયા છે. શહેરમાંથી વહેતી આ નદીએ પાણીનું તાંડવ સર્જ્યુ છે. વિશ્વામિત્રી નદી અને નદીની આસપાસ રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા પાણીના ડ્રોન વીડિયો જોઈને હચમચી જશો. 
 

1/5
image

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતાં અનેક લોકોનું સ્થળાંતર કરાયું. બે દિવસમાં 4200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તમામ લોકોને 20 શાળાઓમાં આશ્રય અપાયો, તો 6000 ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કરાયું.

2/5
image

વડોદરામાં ભારે વરસાદ બાદ મગર નીકળવાનો સિલસિલો આજે પણ યથાવત છે. બિલ ગામમાં મગર રસ્તા પર લટાર મારતો જોવા મળ્યો. વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા મગર બહાર નીકળ્યા છે, સ્થાનિક નાગરિકોએ મગરને પથ્થર મારતાં મગર રોડ પર દોડ્યો હતો. મગરની રોડ પર લટારના કારણે લોકોમાં ભય ફેલાયો. એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ ફાઉન્ડેશનની ટીમને બોલાવતાં ટીમે મગરનું રેસ્ક્યુ કર્યું

3/5
image

વડોદરાના જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર મગર દેખાયો. અહીં પણ મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. સ્થાનિક નાગરિકોએ મગરનો વીડિયો ફોનમાં ઉતાર્યો હતો. બ્રિજ પર ઢાઢર નદીના પાણી આવી જતાં મગરો બહાર નીકળ્યા છે. પોલીસે વાહનોની અવર જવર માટે બ્રિજ બંધ કર્યો છે. 

4/5
image

5/5
image