રવિ અગ્રવાલ, વડોદરાઃ ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Vidhansabha Election 2022) જોરશોરથી તૈયારી ચાલી રહી છે. પ્રથમ તબક્કાના મતદાન માટે તો દરેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તો કેટલીક જગ્યાએ ટિકિટ ન મળવા પાર્ટીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી હતી. હવે મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધુ શ્રીવાસ્તવને મનાવવામાં ભાજપ નિષ્ફળ
છ વખત ધારાસભ્ય રહેલા અને વડોદરાના બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નથી. ભાજપની યાદી જાહેર થવાની સાથે મધુ શ્રીવાસ્તવે બળવો શરૂ કરી દીધો હતો. તેમને મનાવવાના અનેક પ્રયાસો થયાં પરંતુ પાર્ટીને સફળતા મળી નહીં. મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુક્યા છે. 


Gujarati Election 2022: બળદગાડામાં સવાર થઈને સુખરામ રાઠવાએ નોંધાવી ઉમેદવારી


હવે અપક્ષ લડશે મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવને આ વખતે ભાજપે વાઘોડિયા બેઠક પરથી ટિકિટ આપી નથી. પરંતુ છ વખતથી ધારાસભ્ય રહેલા શ્રીવાસ્તવે પાર્ટી સામે બળવો કરી દીધો છે. હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાના છે. આ સાથે દિનેશ પટેલ પણ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરશે. એટલે કહી શકાય કે ભાજપ આ બંને નેતાઓને મનાવી શક્યું નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube