ગીતા રબારીએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે, રૂપિયાનો ઢગલો થઈ ગયો
Geeta Rabari Dayro : આણંદમાં ગીતા રબારી પર નોટોનો વરસાદ... ગીતા રબારીએ કાર્યક્રમમાં શ્રી રામ મંદિર નિર્માણનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો
Gujarati Singer : ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. આણંદમાં લોક ગાયક ગીતા રબારી પર નોટોનો વરસાદ થયો હતો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં ડાયરાનુ આયોજન કરાયું હતુ. જેમાં લોકગીતોની રમઝટ બોલવતા લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. તો ગાયક કલાકાર ગીતા રબારીએ પ્રધાનમંત્રીના વખાણ કરતા કહ્યું રામ મંદિર બની રહ્યું છે તેનો શ્રેષ તેમને જાય છે. 2024માં મંદિર બનીને તૈયાર થઈ જશે. તો તમામ લોકોને એક વખત દર્શન માટે જવા અપીલ પણ કરી.
આણંદમાં લોક ગાયક ગીતા રબારી પર નોટોનો વરસાદ થયો હતો. આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પર ગીતા રબારીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગીતા રબારીએ લોકગીતોની રમઝટ બોલાવી હતી. ગીતના રસિયાઓ દ્વારા ગીતા રબારી પર નોટો વરસાવવામા આવી હતી.
ધોરણ-1માં એડમિશનના સરકારના નિયમ પર હાઈકોર્ટે આપ્યો આ આદેશ
આ પ્રસંગે ગીતા રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે ભગવાન શ્રી રામના મંદિરનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો.
કળીયુગ ઘોડી ચડી આવ્યો : જંગલનો રાજા આખલાથી ડરવા લાગ્યો, Video છે તેનો પુરાવો