ઝી ન્યૂઝ/અમદાવાદ: અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'રાડો' આવી રહી છે અને આ ફિલ્મમાં ધમાકેદાર એક્શન, સ્ટન્ટન્સથી બનાવવામાં આવી છે. જેને લઈને આજે ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ એકત્ર થયા હતા અને અનોખી રીતે પ્રમોશન કર્યું હતું. ખાસ આ ફિલ્મના એક્શન, થ્રિલર, પોલીટીક્સ, રાયોટ્સની હકીકત બતાવવામાં આવી છે. સાથો સાથ ફિલ્મમાં બાઈક સ્ટંટ કરનાર એક્ટર યશ સોની જેવા જ બાઈકર્સ ગેંગે સ્ટન્ટસ રજુ કર્યા છે. 'રાડો' ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ જેમ કે હીતુ કનોડીયા, હિતેન કુમાર, લીડ એક્ટર યશ સોની તમામ લોકોએ મીડીયા સાથે વાત કરી તો તેમને ફિલ્મમાં અન્ય ગુજરાતી ફિલ્મ કરતાં શું ખાસ છે તેની માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મના ડાયરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞીન દ્વારા કહેવામાં આવ્યુ કે 'ન ભુતો ન ભવિષ્યતી' જેવુ મુવી તૈયાર કરવામાં આવ્યુ છે અને ફુલ ઓફ એક્શન અને સ્ટનટન્સની સાથેનું આ મુવી છે. ફિલ્મ “રાડો”ના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.


ગુજરાતી ફિલ્મ “રાડો” એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. આગામી 22 જુલાઇના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં થિયેટર્સમાં રીલિઝ થવા જઇ રહી છે.


ગુજરાતી ફિલ્મમાં સિનિયર કલાકાર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ ફિલ્મ વિશે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સમય બદલાયો છે, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે સ્વતંત્ર બનતી જઈ રહી છે અને એક સમય એવો પણ આવશે કે આપણી ભાષામાં બનેલી એટલે કે ગુજરાતી ફિલ્મો અન્ય ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે ને સમગ્ર વિશ્વ ગુજરાતી ફિલ્મોને નિહાળશે.


તેમણે ઉમેર્યું હતું કે, એક સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મો ફક્ત ગામડાના લોકો જોવા જતા પરંતુ હવે શહેરના લોકો પણ ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે અને તેઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક વાર ગુજરાતી ફિલ્મ જોયા બાદ ફરીથી પહેલા કોઈ જોતું નહોતું, પરંતુ હવે દર્શકો વારંવાર ફિલ્મ જોવાનું પસંદ કરશે અને આ ફિલ્મ યુવાઓ અને સમાજ માટે કાઈક અલગ કરવા પ્રેરી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube