Gujarati Folk Singer Controversy : ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે. જેમાં દેવાયત ખવડે વળતો પ્રહાર કરતા કહ્યું કે, 'હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ.' દેવાયત ખવડે જે તે સમયે જાહેરાત કરી હતી કે 2025માં અમુક જ ડાયરા કરશે તેને લઇને બ્રિજરાજદાન ગઢવીએ ટીપ્પણી કરી છે. ત્યારે બ્રિજદાન ગઢવીના નિવેદન પર દેવાયત ખાવડની પ્રતિક્રિયા સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવાયત ખાવડે જવાબ આપતા કહ્યું કે, હમણા ચાલી રહેલા વિવાદનો બીજો વીડિયો સામે આવ્યો છે. એ વીડિયો મેં સાંભળ્યો અને તેનો જવાબ આપવો બહુ જરૂરી છે. પબ્લિક અને સારા માણસો સુધી સારો મેસેજ પહોંચે એટલા માટે જવાબ આપવો જરૂરી છે. પહેલો પોઇન્ટ એ કે, મારે એડ્રેસ છુપાવવુ પડે છે. મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઇ? મારી તો અપડેટ હોય છે કે આવતીકાલે મારે અહીં કાર્યક્રમ છે. છતાંય તારે એડ્રેસ જોઈતું હોય તો ઈસ્કોન આંબલી રોડ પર મારી ઓફિસ છે, આ રહ્યુ મારૂ એડ્રેસ. બીજું એ કે, 200 લોકોને સાથે લઇને ફરે છે. 200 લોકો એટલે એક ગાડીમાં 4 કે 5નું સિટીંગ હોય. તો 200 લોકોમાં કમસે કમ કેટલી ગાડીઓ સાથે જોઈએ. જેને ડાયરા કર્યા છે તેમને પૂછો હું કેટલી ગાડીઓ લઇને આવું છું. સમાધાન કરવા મેં 50 લોકોને દોડાવ્યા એવો તે મારી પર બ્લેમ કરે છે. હું સમાધાન કરવા દોડાવું, તું એવડી મોટી કોઇ તોપ નથી.



ક્યાંથી શરૂ થયો વિવાદ? 
1લી જાન્યુઆરીએ બ્રિજરાજ દાન ગઢવીના ડાયરાનું આયોજન હતું. જેમાં તેઓએ દેવાયત ખવડના નામ લીધા વિના કટાક્ષ કરતાં કહ્યું હતું કે, સાગર હમણાં કહેતો હતો કે 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે. જેને દેવાયત ખવડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું. કારણ કે દેવાયત ખવડે 2022માં કહ્યું હતું કે 2025થી હું સિલેક્ટેડ ડાયરા કરીશ. 


આ તારીખે આ સમયે એક્ટિવ થશે નવું વાવાઝોડું, આ રાજ્યોમાં આવશે પવન સાથે વરસાદ