Dang News : ગુજરાતમાં અનેક મુદ્દે પોતાની પ્રતિક્રીયા આપતા રાજભા ગઢવી ખુદ વિવાદમાં ફસાયા છે. પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્ય અને લોક કલાકાર રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીથી ડાંગના રહેવાસી નારાજ થયા છે. તાજેતરમાં આયોજીત એક લોક ડાયરામાં રાજભા ગઢવીએ ડાંગવાસીઓ માટે વિવાદાસ્પદ નિવેદન કરતા આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. આદિવાસી સમાજે લોક કલાકાર પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક લોકડાયરામાં રાજભા ગઢવી દુનિયાભરના જંગલોમાં લૂંટફાટની ઘટનાઓ વિશે વાત કરી રહ્યા હતા. રાજભા ગઢવીએ ડાયરાના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડા પણ રહેવા દેતા નથી. વાયરલ વિડિયોમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. ડાંગ જિલ્લામાં આ વાયરલ વીડિયો અંગે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 


અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી, હજુ 3 વાવાઝોડા આવશે, ગુજરાત પર મોટું સંકટ


સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ થતાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. ગુજરાતના લોક ડાયરામાં જાહેર જનતાને ડાંગ વિશે ખોટી વાત કરતાં ડાંગના લોકોમાં રાજભા ગઢવીને લઈ રોષ ફેલાયો છે. લોક ડાયરામાં રાજભા ગઢવીએ ગૌરવ લેતાં જણાવ્યું કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે ભુલા પડો તો નેહડા વાડા આડા ફરી લઈ જાય. 


અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી, હજુ 3 વાવાઝોડા આવશે, ગુજરાત પર મોટું સંકટ