અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી, હજુ 3 વાવાઝોડા આવશે, ગુજરાત પર મોટું સંકટ

Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ઉઠેલું મહાતોફાન દાના હવે તબાહી તરફ આગળ વધી રહ્યું છે. આ રાજ્ય ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં તો વિનાશ વેરશે જ, સાથે જ અનેક રાજ્યોને ધમરોળશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની કેવી, કેટલી અને ક્યાં ક્યાં અસર થશે તેની માહિતી આપી છે. 

Cyclone Dana Latest Update

1/4
image

આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન 'દાના' ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતનો બહારનો ભાગ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયો છે. ચક્રવાતી તોફાનના કારણે ઓડિશાથી લઈને પશ્ચિમ બંગાળ સુધી તબાહી મચવાની આશંકા છે. આ વાવાઝોડાની અસર ઓડિશાથી લઈને બંગાળ, બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે. ઓડિશામાં 24 થી 25 ઓક્ટોબર સુધી ચક્રવાત દાનાને લઈને દરેક જગ્યાએ તકેદારી વધારી દેવામાં આવી છે. ઓડિશા અને બંગાળમાં તોફાનથી બચવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં NDRFની 288 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ લગાવીને 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે. 120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત 'દાના'. ઓડિશાના પુરી અને બંગાળના સાગર દીપપુંજની વચ્ચેના  દરિયાકિનારા સાથે ટકરાશે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવાયો છે. તો ઓડિશા અને બંગાળ સરકારે એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

2/4
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળ ઉપસાગરમાં દાના વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. બંગાળ ઉપસાગરમાં આજે દાના વાવાઝોડું ટકરાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી તેની અસર જોવા મળશે. વાવાઝોડાને લઈને 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આહવા, વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં દાના વાવાઝોડાની અસર જોવા મળશે. તો સાથે જ ગુજરાતના સરહદી ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.

ગુજરાત પર વધુ એક સંકટ આવશે

3/4
image

ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 35 થી 36 ડિગ્રી સુધી ગરમીનો તપમાન રહેવાની શક્યતાઓ છે. દાના વાવાઝોડાની અસર 26 તારીખ સુધી રહેશે.  

વધુ ત્રણ વાવાઝોડા આવશે

4/4
image

અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતાક હ્યું કે, એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે. હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. છેલ્લા વાવાઝોડાની ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે.