Taste Of Indore : દાબેલી ગુજરાતનો પારંપરિક નાસ્તો ગણાય છે. પરંતુ હવે આ નાસ્તો ગુજરાત સુધી સીમિત રહ્યો નથી. ગુજરાતની દાબેલીનો ટેસ્ટ હવે ઈન્દોર પહોંચી ગયો છે. ગુજરાતથી ઈન્દોર વસેલા પાલ પરિવારે ગુજરાતના આ નાસ્તાને નવી ઓળખ આપી છે. જેને ઈન્દોરવાસીઓ બહુ જ ચાઉથી ખાય છે. સ્વાદમા કચ્છી દાબેલીએ નવા આયામ રચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્દોરના કોમેશ પાલ જણાવે છે કે, અમે 12 વર્ષ પહેલા ઈન્દોરમાં દાબેલી વેચવાનું શરૂ કર્યુ હતુ. ત્યારે અમને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ તેને ઈન્દોરના ટેસ્ટમાં ઢાળવાનો પ્રયોગ કરવો પડ્યો હતો. ગુજરાતમાં દાબેલીનો સ્વાદ મીઠો હોય છે, પંરતુ ઈન્દોરના લોકોને ચટપટો સ્વાદ ગમે છે.  


અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી : ડિસેમ્બરમાં એક નહિ, બે વાવાઝોડા આવશે


આ જ કારણ હતું કે, અમે દાબેલીને ઈન્દોરના પરંપરાગત મસાલાથી બનાવવાનું નક્કી કર્યું. તેમાં અમે ડુંગળી, લસણ અને આદુથી ચટપટો મસાલો તૈયાર કરીને એડ કર્યો. અમારી સામે અલગ ચેલેન્જ હતી, દાબેલી વિશે લોકોને અમે જાણકારી આપી. શરૂઆતમાં તો લોકો અમને આ નાસ્ત વિશે પૂછતા હતા, પરંતુ બાદમાં અમે તેમને વિશ્વાસ અપાવ્યો કે, આ ગુજરાતની બેસ્ટ ડિશ છે. 


રીક્ષામાં કપલની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ, આખા મોરબીમાં ફરતો થયો આ વીડયો


દાબેલીને ઈન્દોરી સ્વાદમાં ઢાળી
કોમેશ પાલ જણાવે છે કે, દાબેલીનું ઈન્દોરીકરણ કરવા માટે અમને અનેક પ્રયાસો કરવા પડ્યા, જે માત્ર ઈન્દોરમા જ સંભવ છે. અમે દાબેલીને ચટપટા અને મજેદાર બનાવવા માટે ઘરમાં જ ખજૂર, આમલીની ખાસ ચટણી તૈયાર કરી. ગુજરાતમાં દાબેલીમાં ખડા મસાલાનો પ્રયોગ કરાતો નથી, પરંતુ અમારી દાબેલીમાં સ્વાદ આપવા માટે ન માત્ર ખડા મસાલાનો ઉપયોગ કરાયો છે, પરંતુ તેમાં તેજ મસાલા પણ વપરાયા છે. 


દાબેલીમાં સીંગદાણા, ડુંગળીસ, બારીક સેવનો ઉપયોગ શરૂ કર્યો. કોમેશ પાલે જણાવ્યું કે, ગુજરાતમાં દાબેલીને બહુ વધારે શેકવામાં નથી આવતી, પરંતુ ઈન્દોરમાં લોકો કડક દાબેલી પસંદ કરે છે. ઈન્દોરમાં અમે તેને માખણમાં કડક આંચ પર શેકીને ગ્રાહકોને સર્વ કરીએ છીએ. દાબેલી માટે કેટલાક મસાલા અમે ગુજરાતથી મંગાવીએ છીએ. 


કયો સ્પેલિંગ ડિક્ષનરીમાં પણ Incorrect લખાયો છે, બુદ્ધીજીવી પણ ન આપી શક્યા આ જવાબ