ગઢડાની ધીમહી KBC પહોંચી, 10 વર્ષ પહેલા લીધેલો સંકલ્પ બિગ બી સામે પૂરો કર્યો
Botad News : ગઢડાની દીકરી ધીમહી ત્રિવેદી કૌન બનેગા કરોડપતિ 15 માં અમિતાભ બચ્ચન સામે હોટ સુધી પહોંચી હતી
Kaun Banega Crorepati રઘુવીર મકવાણા/બોટાદ : ગઢડાની દિકરી ધીમહિ ત્રિવેદી કૌન બનેગા કરોડપતિ શોમાં અમિતાભ બચ્ચન સામે હોટ સુધી પહોંચી હતી. ત્યારે તેણે કૌન બનેગા કરોડપતિ શોની રોમાંચક સફર વર્ણવી. તેના આખા પરિવારે એકસાથે બેસીને એપિસોડ નિહાળતા ભાવસભર દ્રશ્યો સર્જાયા. ધીમહિએ મમ્મી પપ્પાને સાથે મંચ ઉપર લઇ જવાનો સંકલ્પ પૂર્ણ કર્યો.
ધીમહીએ જણાવ્યું કે, મારી આઠ વર્ષની ઉંમરે મારા પપ્પા વર્ષ ૨૦૧૨ માં કેબીસી માટે સિલેકટ થયા હતા, પરંતું તે સમયે હું બહુ જ નાની હતી. મારી સાર સંભાળ રાખવાના કારણે મારા મમ્મીને મારા પપ્પા સાથે નહી જઈ શક્યા ન હતા. તેથી મેં સંકલ્પ કર્યો હતો કે એક દિવસ મમ્મી પપ્પાને હું કેબીસીના મંચ ઉપર સાથે લઈ જઈશ અને આ સંકલ્પ પૂર્ણ થતા મારી ખુશી હું વર્ણવી શક્તી નથી.
સુરતમાં મુસાફરોને લૂંટતી ગેંગ પકડાઈ, મોડસ ઓપરેન્ડી જાણશો તો તમે રીક્ષામાં નહિ બેસો
તારીખ ૧૪ અને ૧૫ ઓગસ્ટ દરમિયાન પ્રસારીત થયેલા એપિસોડને ધીમહીએ પોતાના ઘરે ૯૩ વર્ષની ઉંમરના દાદાજી સહિત સહપરિવાર નિહાળ્યો હતો. આ દરમિયાન ૯૩ વર્ષના દાદાજી સહિતનાએ પરિવારમાં દિકરીના એચિવમેન્ટ અને સુંદર પ્રયાસને જોતા ભાવ સભર દ્રશ્યો સર્જાયા હતા. ધીમહી શો દરમિયાન ૯ પ્રશ્નો સુધી પહોંચી હતી. તે બહુ મોટી ધનરાશી જીતી શકી ન હતી, પરંતું પરંતુ જીવનમાં શ્રેષ્ઠ તક પ્રાપ્ત કરી પોતાનો સંકલ્પ પૂર્ણ થયો તેનો તેને સંતોષ છે.
આ દેશે ભારતીયોને આવકારવા લાલ જાજમ પાથરી, અહી વિઝા મળ્યા તો ડોલર કરતા વધુ કમાશો
સાથે જ તે પાંચ દિવસ સુધી મુંબઈ સ્ટુડિયોમાં અમિતાભ બચ્ચન જેવા મહાનાયક સાથે રહેવાની રોમાંચક સફર માણવા મળી તેની ખુશી છે. ભવિષ્યમાં સ્પોર્ટ ક્ષેત્રે આંતરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરવાની મહેચ્છા સાથે ધીમહિ ત્રિવેદીએ પોતાની રીતે કે.બી.સી. સુધી પહોંચવાની અને માતા પિતાને સરપ્રાઈઝ આપવાની વાતો અનેરા આનંદ સાથે વ્યક્ત કરી હતી. સાથે સાથે સમગ્ર પંથકમાં લોકોએ ઉત્સાહભેર એપિસોડ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.
ગુજરાતની નંબર-1 યુનિવર્સિટીની ઘોર બેદરકારી, વાપર્યા વગર જ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બની ગયું કચરાપેટી