ઝી બ્યુરો/મહેસાણા: ફરી એકવાર વિદેશ જવાના અભરખા ચાર યુવકોને ભારે પડ્યા છે. અમેરિકા મોકલવાના નામે છેતરપિંડીનો કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે. આ ઘટનામાં એક યુવકને અમેરિકા મોકલવાના બહાને 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં યુવકની સાથે આઠ ગુજરાતીઓનું પણ કનેક્શન સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chandrayaan-3 ને લઈ જનારા રોકેટનું શું થશે? ઉપર ગયા પછી ક્યાં ગાયબ થઈ જાય છે રોકેટ?


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સિરસાલાના રહેવાસી વિક્રમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે વિદેશ જવા ઇચ્છુક હતો. ફરિયાદીની કુરુક્ષેત્રમાં રહેતા પિયુષ બંસલ સાથે ઓળખાણ હતી. આરોપી ઘણા વર્ષોથી દુબઈ ગયો હતો અને વારંવાર ફરિયાદી સાથે ફોન પર વાત કરતો હતો. આરોપીએ તેને કહ્યું કે તેનો પરિવાર કુરુક્ષેત્રમાં રહે છે, તેણે પરિવાર દ્વારા ઘણા યુવકોને અમેરિકા મોકલ્યા છે. તે 40 લાખ રૂપિયામાં અમેરિકા મોકલે છે. આ લોભામણી લાલચમાં આ યુવક ફસાઈ ગયો હતો.


ગ્રેટર નોઈડાના ગેલેક્સી પ્લાઝામાં ભીષણ આગ, જીવ બચાવવા લોકો 5માં માળેથી કૂદ્યા


અડધા પૈસા અમેરિકા પહોંચ્યા પછી આપવાના હોય છે તેવું યુવકને જણાવવામાં આવ્યું હતું, જેના કારણે ફરિયાદી યુવક તેની જાળમાં આવી ગયો હતો. આરોપીના પિતા સતીશ બંસલ અને માતાને મળ્યા હતો. અલગ અલગ ષડયંત્રો હેઠળ આરોપી, તેના માતા-પિતા અને ભાઈએ ફરિયાદી યુવક પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ જ્યારે 20 લાખ રૂપિયા આપ્યા બાદ પણ આરોપીએ વિઝા ન આપ્યા ત્યારે તેને શંકા ગઈ હતી. ત્યારબાદ આરોપી પાસે પૈસા પાછા માંગ્યા, ત્યારે શરૂઆતમાં તે આનાકાની કરતો રહ્યો. પછી પૈસા આપવાની ના પાડી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે કથિત એજન્ટ પિયુષ બંસલ, તેના ભાઈ ધનંજય બંસલ, પિતા સતીશ બંસલ અને માતા અંજુ વિરુદ્ધ છેતરપિંડી અને ઈમિગ્રેશન એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.


શું પાણી ખરાબ થઈ શકે? જાણો શા માટે પાણીની બોટલ પર લખવામાં આવે છે એક્સપાયરી ડેટ


યુવકની સાથે આઠ ગુજરાતીઓનું પણ કનેક્શન
આ ઘટનામાં આઠ ગુજરાતીઓ પણ હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે 20 લાખ રૂપિયા આપી અમેરિકા જવા નીકળેલા યુવક સહિત ચાર ગુજરાતી છ મહિનાથી ગુમ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે પણ એજન્ટ મૂળ ડિંગુચાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે પોલીસે 2 પુત્રો સહિત દંપતી સામે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.


દરેકના બ્લડ ગ્રૂપ કેમ હોય છે જુદા-જુદા? કોનું બ્લડ ગ્રૂપ કયુ કેવી રીતે થાય છે નક્કી?


આ ઘટનામાં પ્રાંતિજના વાઘપુર ગામનાં રહેવાસી ચેતનાબેન રબારીએ પોતાના પતિ ભરતભાઇને ડિંગુચાના રહેવાસી મહેન્દ્રભાઇ ઉર્ફે એમ.ડી. બળદેવભાઇ પટેલ અને મહેસાણાના મુગના ગામના રહેવાસી દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ નામના એજન્ટે 70 લાખમાં અમેરિકા મોકલવાના નામે છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યાં તેમણે જણાવ્યું છે કે, તેમના પતિ મુંબઇથી નેધરલેન્ડ, પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી યુવકને ડોમિનિકા લઇ જવાયા બાદ છેલ્લા છ મહિનાથી ગુમ છે.


મુકેશ અંબાણીના આ બહેન વિશે તમે જાણો છો? ચૂપચાપ ઊભું કર્યું છે કરોડોનું સામ્રાજ્ય


અમેરિકાના વર્ક પરિમિટ વિઝાની લાલચ આપી
ભરતભાઇ બાબરભાઇ રબારી ખેતી અને પુશપાલનનો વ્યવસાય કરતા હતા. સાત મહિના પહેલાં તેમના ઘરે એજન્ટ દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ આવ્યા હતા, તેમજ ભરતભાઇને વર્ક પરમિટ પર અમેરિકા લઇ જવાની લાલચ આપી હતી. જેના માટે 70 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં એડવાન્સ પેટે 20 લાખ અને અમેરિકા પહોંચ્યા બાદ 50 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જેથી ભરતભાઇએ ગેમ તેમ કરીને 20 લાખ રૂપિયા ભેગા કરીને એજન્ટ દિવ્યેશભાઇને આપ્યા હતા તેમજ બાકીના રૂપિયા અમેરિકા જઇ નોકરી કરી ચૂકવી આપશે એમ નક્કી કર્યું હતું. પરંતુ ભરતભાઈ જ્યારે અમેરિકા જવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ત્યાં એજન્ટ દિવ્યેશભાઈએ તેમણે મુંબઈ પહોંચાડ્યા હતા. ત્યારબાદ ભરતભાઈએ પત્નીને ફોન કરીને મુંબઈથી એમસ્ટર્ડમ (નેધરલેન્ડ) જવાનું કહ્યું હતું. ત્યાંથી ભરતભાઈ પોર્ટ ઓફ સ્પેન અને ત્યાંથી ડોમિનિકા પહોંચ્યા હતા. પરંતુ 15 દિવસ બાદ ભરતભાઈની તેમની પત્ની સાથે 4 ફેબ્રુઆરી 2023 પછી કોઈ વાત થઈ નથી.


રૂપિયાથી નહી રોકાણ કરી બનો માલામાલ, અઢળક નફો છતાં ટેક્સની ઝંઝટમાંથી મળશે મુક્તિ


આ 8 લોકોને પણ એજન્ટો લઇ ગયા હતાં
આ ઘટનામાં જે ગુજરાતીઓના નામ સામે આવી રહ્યા છે, તેમાં અંકિતકુમાર કાંતિભાઇ પટેલ, કિરણકુમાર તુલસીભાઇ પટેલ, અવનીબેન જીતેન્દ્રકુમાર પટેલ, સુધીરકુમાર હસમુખભાઇ પટેલ, પ્રતિકભાઇ હેમંતભાઇ પટેલ, નિખિલકુમાર પ્રહલાદભાઇ પટેલ, ચંપાબેન ફતેસિંહ વસાવા અને ધૃવરાજસિંહ બલવંતસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.