દરેક માણસના બ્લડ ગ્રૂપ કેમ હોય છે જુદા-જુદા? કોનું બ્લડ ગ્રૂપ કયુ કેવી રીતે થાય છે નક્કી?

Why do humans have different blood groups?​ કોઈ પણ માણસ હોસ્પિટલમાં જાય તો ડોક્ટર સૌથી પહેલાં પૂછે છે કે તમારુ બ્લડ ગ્રુપ ક્યું છે. તમે ક્યારે વિચાર્યું છે તેની પાછળનું કારણ શું છે કેમ માણસોના બ્લડ ગ્રુપ અલગ અલગ હોય છે. આવું થવા પાછળનું કારણ શું છે.

દરેક માણસના બ્લડ ગ્રૂપ કેમ હોય છે જુદા-જુદા? કોનું બ્લડ ગ્રૂપ કયુ કેવી રીતે થાય છે નક્કી?

Why do humans have different blood groups?​ તમામ માણસોના સ્વભાવ અલગ અલગ હોય છે. આદતો અલગ હોય છે અને શોખ પણ અલગ અલગ હોય છે. તેવી જ રીતે માણસોના બ્લડ ગ્રુપ પણ અલગ અલગ હોય છે. જેની પાછળ ખુબ જ મહત્વનું કારણે છે. સામાન્ય રીતે કોઈ પણ માણસનું લોહી જુઓ તો તે લાલ છે. પરંતુ કોઈ પૂછે કે આ લોહીનું ગ્રુપ ક્યું છે તો વિચારમાં પડી જશો. કેમ લોહીને જોઈને તેના બ્લડ ગ્રુપ વિશે ખબર નથી પડતી. દેખાવમાં તમામ પ્રકારના બ્લડ એક સરખા લાગતા હોય છે પરંતુ તેની તપાસ થાય ત્યારે બ્લડ ગ્રુપ અલગ અલગ હોય છે.

કોઈ પણ માણસ હોસ્પિટલમાં જાય તો ડોક્ટર સૌથી પહેલાં પૂછે છે કે તમારુ બ્લડ ગ્રુપ ક્યું છે. તમે ક્યારે વિચાર્યું છે તેની પાછળનું કારણ શું છે કેમ માણસોના બ્લડ ગ્રુપ અલગ અલગ હોય છે. આવું થવા પાછળનું કારણ શું છે.

કેમ અલગ અલગ હોય છે બ્લડ ગ્રુપ-
શું તમને તામારા બ્લડ ગ્રુપની ખબર છે, નથી તો તમે કોઈ પણ આસપાસની પેથોલોજી લેબમાં જઈને સરળતાથી ચેક કરાવી શકો છો. પરંતુ તેમ કોઈ પણ લેબમાં એ વાત નહિ જાણ શકો કે બ્લડ ગ્રુપ અલગ કેમ હોય છે. અને તેના ફાયદા શું હોય છે. બ્લડ ગ્રુપ મુખ્યત્વ 8 પ્રકારના હોય છે. જેમા સમાન ગ્રુપ વાળા લોહીની જ અદલાબદલી થઈ શકે છે.

ક્યારે થઈ પ્રથમ વખત બ્લડ ગ્રુપની શોધ-
બ્લ્ડ ગ્રુપની ખબર હોય તો સારવારથી લઈને તમામ કામમાં ખુબ જ સરળતા રહે છે. જેથી માણસનું બ્લડ ગ્રુપ જાણવા વિવિધ શોધ કરવામાં આવી હતી. જેમાં સૌથી પહેલા 1908માં બ્લડ ગ્રુપની માહિતી મળી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં બ્લડ ગ્રુપ અંગે અનેક રોચક વાતો સામે આવી છે.

ક્યું બ્લડ ગ્રુપ હોય છે દુર્લભ-
બ્લડ ગ્રુપના અલગ અલગ પ્રકાર એક સરખા નથી જોવા મળતા. A પોઝિટિવ અને O પોઝિટિવ બ્લ્ડ ગ્રુપમાં ઘણાં અંતરે સામાન્ય હોય છે. લગભગ 70 ટકા માણસોમાં આ બે જ બ્લડ ગ્રુપ જોવા મળતા હોય છે. જ્યારે AB નેગેટિવ બ્લડ ગ્રુપ ખુબ જ દુર્લભ માનવામાં આવે છે. આ બ્લડ ગ્રુપના 100માંથી એક બે વ્ચક્ત જોવા મળે છે. એટલે આવા બ્લડની જરૂર પડે ત્યારે ખુબ જ મુશ્કેલી ઊભી થતી હોય છે.

કેટલાક નવા ગ્રુપ મળ્યા જેણે તમામને ચોંકાવ્યા-
સામાન્ય બ્લડ ગ્રુપ ઉંપરાત કેટલાક એવા બ્લડ ગ્રુપની શોધ કરવામાં આવી છે જે અન્ય કોઈ પણ ગ્રુપ સાથે મેચ નથી ખાતા. ગુજરાતમાં પણ એક વ્યક્તીમાં આવું જ જોવા મળ્યું હતું. જે અત્યાર સુધીના તમામ બ્લડ ગ્રુપ કરતા અલગ છે. દુનિયામાં અત્યાર સુધીમાં 12થી વધુ બ્લડ ગ્રુપ એવા મળ્યા છે જે કોઈની પણ સાથે મેચ નથી થતા. જેથી આવા પ્રકારના વ્યક્તિઓને લોહીની જરૂરી પડે તો મળવું ના મુમકિન છે.

કેવી રીતે નક્કી થાય બ્લડના પ્રકાર-
લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન A અને ગ્ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના A, B, AB અને O જેવા ચાર પ્રકારો નક્કી થાય છે. ઍન્ટિબૉડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. ઍન્ટિજન એટલે શરીરમાં આવાં ઍન્ટિબૉડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. બ્લડ ગ્રુપ નક્કી કરવાની આ સિસ્ટમને ABO સિસ્ટમ કહેવામાં આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news