ઝી ન્યૂઝ/અમદાવાદ: અત્યાર સુધી મહારાણી લક્ષ્મીબાઈનું નામ તો બધાએ સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે ભારતનાં સર્વપ્રથમ યોદ્ધા રાણી કોણ હતા. 12મી સદીમાં પાટણનાં મહારાણી નાયિકા દેવી ભારતનાં સર્વપ્રથમ રાણી હતા, જે યુદ્ધકળામાં પણ પારંગત હતા, જેમણે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં ધૂળ ચટાવી હતી. હવે ઇતિહાસ માં પ્રથમ વખત અણહિલવાડ પાટણ પર બૉલીવુડને પણ ટક્કર આપે એવી ફિલ્મ નાયિકાદેવી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રઈ છે. ફિલ્મને લઈને આજે એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ફિલ્મ વિશે વાત કરી હતી.. મહત્વનું છે કે આ ફિલ્મમાં જાણીતા બોલિવુડ કલાકાર ચંકી પાંડે પણ અભિનય કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે રિલીઝ થશે ફિલ્મ? 
નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન એક ઈતિહાસ પર આધારિત ફિલ્મ છે. આ 12મી સદીની કથા છે. આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનાં જીવનની ઝલક બતાવશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. રૂંવાડા ઉભા થઇ જાય એવા ટ્રેલરને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ 6 મે 2022નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube