Gujarati News : ગઈકાલે અમદાવાદ અને વડોદરાના મેયરની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ આજે ગુજરાતના ચાર અન્ય મહાનગરોના મેયરની જાહેરાત કરવામાં આવી છે. આજે સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરને નવા મેયર મળ્યાં છે. સુરતમાં દક્ષેશ માવાણી નવા મેયર બન્યા છે. તો રાજકોટમાં નયનાબેન પેઢડિયાને નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં ભરતભાઈ બારડના નામની જાહેરાત કરવામાં આવી છે. તો જામનગરમાં વિનોદ ખીમસુરીયા નવા મેયર બન્યા છે. 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજકોટ મેયર - નયનાબેન પેઢડિયા

  • સુરત મેયર - દક્ષેશ માવાણી

  • ભાવનગર મેયર - ભરતભાઈ બારડ

  • જામનગર મેયર - વિનોદ ખીમસુરીયા 


રાજકોટમાં નવા હોદ્દેદારો
રાજકોટના 22 માં મેયરની જાહેરાત કરવામાં આવી છે. નયનાબેન પેઢિડયા રાજકોટના નવા મેયર બન્યા છે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના 75 પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. પદાધિકારીઓ અને 15 પેટા કમિટીના ચેરમેન સહિતના હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી છે. તો ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, દંડક તરીકે મનીષ રાડીયા, શાસક પક્ષના નેતા તરીકે લીલું જાદવ અને સ્ડેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે જયમીન ઠાકરની જાહેરાત કરવામાં આવી છે. 


મેટ્રિમોનિયલ સાઈટ પર મળેલી ગર્લફ્રેન્ડ લૂંટેરી દુલ્હન નીકળી, પાટીદાર યુવકને છેતરી ગઈ


સુરતમાં કોણ બન્યું મેયર
સુરતના દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. તો નરેન્દ્ર પાટીલની ડેપ્યુટી મેયર તરીકે જાહેરાત કરાઈ છે. મેયર, ડેપ્યુટી મેટર તથા સુરત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જે નામો ચર્ચામાં હતા તેનાથી સાવ વિપરીત નામ સામે આવ્યા છે. સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રાજનભાઈ પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીના નામની જાહેરાત કરવામાં આવી છે. 


સોલા તોડકાંડની મોટી અસર : અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીથી છૂટ્યા મોટા આદેશ
 
ભાવનગરમાં જાહેરાત
ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદેદારોની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદેદારોના નામની જાહેરાત થઇ છે. ભરતભાઈ બારડ શહેરના નવા મેયર બન્યા છે. તો મોના પારેખ ડેપ્યુટી મેયર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈની જાહેરાત કરવામાં આવી છે


વિનોદ ખીમસુરીયા જામનગરના નવા મેયર
જામનગરના મેયરના પદ માટે વિનોદ ખીમસુરીયાના નામ પર મહોર લાગી છે. તો ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આશિષ જોષીના નામ પર મહોર લાગી છે. દંડક પદે કેતન નાખવાની જાહેરાત કરાઈ છે. 


નવી આગાહી : અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થાય તેવો વરસાદ ગુજરાતમાં પડશે