નવી આગાહી : અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થાય તેવો વરસાદ ગુજરાતમાં પડશે
Gujarat Weather Forecast : આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય,,, 18-19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં,,, તો 21થી 24 દરમિયાન સૌરાષ્ટમાં વરસાદની અંબાબાલ પટેલે આપી આગાહી,,,
12 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમા ઉભું થતા 14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે.
13 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
આ દિવસોમાં મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તારીખ 19-20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.
14 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પુરની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે અરબસાગર અને અને બંગાળાની ખાડીમાં હલચલ થશે
15 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
16 સપ્ટેમ્બરની વરસાદની આગાહી
Trending Photos