Illegal immigration In America : ગુજરાતીઓનો અમેરિકા જવાનો મોહ ક્યારેય ઘટતો નથી. અમેરિકા જવા માટે ગુજરાતીઓ ગમે તે હદે જતા રહે છે. લાખો રૂપિયા તો શું, કરોડો આપવા તૈયાર થઈ જાય છે. સીધી રીતે જવા ન મળે તો બે નંબરમાં અમેરિકા જવા માટે લોકો આતુર હોય છે. પછી ભલેને રસ્તામાં ગમે તેવી યાતના મળે. લોકો આ યાતના પણ સહન કરવા તૈયાર થાય છે. હાલમાં જ વીજાપુરના એક પરિવારને આ રસ્તે અમેરિકા જતા મોત મળ્યું છે. ત્યારે વધુ એક પાટીદાર યુવક આ રીતે ગેરકાયદે જતો પકડાયો છે. પલીયડનો યુવક પ્રિત પટેલ તુર્કીમાં પકડાયો છે. ફેક વિઝા પર તુર્કી પહોંચેલા યુવકની એજન્ટ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે તે પહેલા જ તેને તુર્કીની સ્થાનિક એજન્સી દ્વારા પકડી લેવામાં આવ્યો છે. પ્રિત પટેલને તાત્કાલિક દિલ્હી ડિપોર્ટ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતીઓનું ગેરકાયદે ઘૂસણખોરી કરીને અમેરિકા જવાનું પ્રમાણ વધી રહ્યો છે. તેમના ડોક્યુમેન્ટ્સ પણ મોટાભાગે ફેક જ હોય છે. ગત અઠવાડિયે ગાંધીનગરના એક યુવકને ઈસ્તાંબુલથી દિલ્હી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ યુવક પાસે જે વિઝા હતા તે ફેક હોવાનું ઈસ્તાંબુલ એરપોર્ટ પર તૈનાત સિક્યોરિટી સ્ટાફે પકડી લીધો હતો. હાલ તેને ઈમિગ્રેશનના અધિકારીઓને સોંપી દેવાયો છે. 


ગુજરાતમાં નવી આગાહીથી બચીને રહેજો, ભુક્કા બોલાવશે એપ્રિલ-મે મહિનો


પ્રિત પટેલ ફેક વીઝા પર તુર્કી ગયો હતો, તેથી તેને ત્યાં એન્ટ્રી મળી શકી ન હતી. તે દિલ્હીથી તુર્કી ફ્લાઈટ દ્વારા પહોંચ્યો હતો. તેના વીઝા ફેક હોવાથી તેને પકડી લેવાયો. તેનો એજન્ટ બીજી કોઈ વ્યવસ્થા કરે તે પહેલા જ તે પકડી લેવાયો હતો. 


તપાસ કરતા જાણવા મળ્યું કે, કલોલના એક એજન્ટે પ્રિત પટેલના ફેક વીઝા પર સ્ટેમ્પ લગાવ્યા હતા.  તેને ઈસ્તાંબૂલ એક માણસ લેવા આવવાનો હતો, અને ત્યાં તેને બે નંબરમા અમેરિકા લઈ જવાનો પ્લાન હતો. પરંતુ એજન્ટ તેના માટે કોઈ વ્યવસ્થા કરી શક્યો ન હતો. તેથી પ્રિત એરપોર્ટ પર જ પકડાઈ ગયો હતો. જેના બાદ તેને દિલ્હી ડિપોર્ટ કરાયો હતો. 


મહિને અઢી લાખ પગાર, પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાતમાં સરકારી નોકરીની આ તક ગુમાવતા નહિ


દિલ્હી પોલીસે પ્રિત સામે ઠગાઈ તેમજ બનાવટી દસ્તાવેજ ઉભા કરવાના ગુના હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


એજન્ટ શુ મદદ કરે છે 
એજન્ટો હવે ગુજરાતીઓને તુર્કીના માધ્યમથી અમેરિકા પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. જેમાં તેઓ લોકોને તુર્કીમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરાવે છે. જોકે, કહેવાય છે કે, ભૂકંપને કારણે એજન્ટોના ટ્રાન્ઝિટ હોમ તૂટી પડ્યા છે. તેથી તેમનું નેટવર્ક પણ ખોરવાયું છે. તુર્કીના ભૂકંપ સમયે ગેરકાયદે નીકળેલા અનેક ગુજરાતીઓ તુર્કીમાં ફસાયા હતા.


દાળભાતિયા ગુજરાતીઓનું મ્હેણું બે અમદાવાદીઓએ ભાંગ્યું, જગત જમાદાર અમેરિકા માટે લડશે


ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. અમેરિકાના મોહમાં હવે ગુજરાતીઓ મોતના રસ્તે જઈ રહ્યાં છે. ફરી એકવાર અમેરિકામાં ગુજરાતીઓની ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક ગુજરાતી પરિવારે જીવ ગુમાવ્યો છે. મહેસાણાના વિજાપુરના ચૌધરી પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. ત્યારે તમને કહી દઈએ કે, અમેરિકામાં ઘૂસણખોરીનો આખો ખેલ જીવલેણ છે. એજન્ટો લાખો રૂપિયા લઈને ગુજરાતીઓની જિંદગી સાથે રમત રમે છે. એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે 65 લાખ રુપિયા વસૂલે છે જ્યારે ચાર લોકોની ફેમિલીનો ભાવ હાલ દોઢેક કરોડની આસપાસ ચાલે છે. ડીલ ફાઈનલ થયા બાદ એજન્ટો ક્લાયન્ટના ફેક દસ્તાવેજો તૈયાર કરે છે, અને ફાઈલ બની જાય ત્યારબાદ આ લોકોને સૌ પહેલા દુબઈ મોકલવામાં આવે છે અને ત્યારથી જ તેમની અમેરિકાની સફર શરુ થઈ જાય છે. ત્યારે કેવી રીતે ગુજરાતીઓ પહોંચે છે અમેરિકા?, કેમ ગુજરાતીઓમાં છે અમેરિકાનો આટલો બધો ક્રેઝ?


જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જવાના હોય તો આ અપડેટ જાણી લેજો, મળશે તમને મદદ