ભરત ચુડાસમા/ભરૂચ : જિલ્લામાં અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે 3 નશાના સોદાગરોને SOG એ ઝડપી પાડ્યા છે. મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. ₹2.73 લાખનું એમ.ડી. ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ મળી કુલ ₹5 લાખનો જથ્થો પોલીસ દ્વારા કબ્જે કરાયો છે. સમગ્ર મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. પી.આઈ. કે.ડી. મંડોરા એ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 162 કેસ, 386 રિકવર થયા, 2 નાગરિકોનાં મોત


ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી ₹2.73 લાખના મ્યાઉ મ્યાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોની કુલ રૂપિયા 5 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ભરૂચ SOG ને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા ઇકો કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને પકડી પાડ્યો હતો. ઇકો કાર નંબર જીજે 5 આર.ઇ. 6509 માં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં લઈ આવ્યા હતા.


સ્વામિનારાયણ સંપ્રદાય હવે યુદ્ધનો અખાડો બની ચુક્યો છે? વધારે બે મહંતો વચ્ચો સત્તા મુદ્દે ખેંચતાણ


મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. એસ.ઓ.જી. એ ત્રણે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી ₹2.73 લાખનું એમ.ડી.ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ અને રોકડ મળી કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ડ્રગ્સ તેઓ સુરત કડોદરા ચોકડી ખાતેથી વેચાણ અર્થે લાવ્યા હતા. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. પી.આઈ. કે.ડી. મંડોરાએ હાથ ધરી છે. સાથે જ ઝડપાયેલા M.D. ડ્રગ્સના સેમ્પલ લઈ તેને તપાસ માટે FSL માં મોકલી આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube