અમદાવાદ: શહેરના ચાંદલોડિયા વિસ્તારમાંથી ગુજરાતી આલ્બમ સોન્ગમાં ડાંસ કરતી સિંગર અને એક્ટર સંજના અને તેના પ્રેમી મોઇન અલીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ બંન્નેએ નવ જેટલા લોકોને લૂંટી લીધા હતા. અને તેમની સાથે મારપીટ કરી સંજનાના સાથીઓ વિડીયો ઉતારીને બ્લેક મેલ કરી લૂંટી લેતા હતા. સેક્સ માણવા આવ્યા હોવાનો આરોપ લગાવી ફસાવીને બ્લેક મેલ કરી લૂંટ ચલાવતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ દ્વારા આ બંન્નેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ પ્રકરણ સાથે સંકળાયેલા અન્ય આરોપીને પકડી લેવા માટેની તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે, કે પોલીસ તપાસમાં જાણવા મળ્યુ છે,કે સંજના પરણીત છે અને બે બાળકોની માતા છે. તે કાવતરૂ કરી પીડિતોના કપડા કાઢીને વીડિયો ઉતારતી હતી. તથા અન્ય સાથીઓ સાથે મળીને સેક્સ માણવા આવ્યા હોવાની વાત કરીને વીડિયો ઉતારી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને લૂંટી લેતી હતી. 


સંજના જ્યાં પણ શો કરવા માટે જતી હતી ત્યાં પૈસાદાર લોકોને પસંદ કરીને તેમના ફોન નંબર મેળવી લેતી હતી. અને ત્યાર બાદ ફોન કરીને ડાંસ શો જોવા માટે આમંત્રણ આપતી હતી. અને તેમનો વીડિયો ઉતારીને ધમકી આપી લૂંટ કરી લેતી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર સંજનાએ તેના  પ્રેમી મોઇન અલી વિરૂદ્ધ પણ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. જો કે સમય જતા બંન્ને પ્રેમમાં પડી ગયા છે. તેનો પતિ બેરોજગાર હોવાથી આ પ્રકારનું પગલુ ઉઠાવીને બાળકોનો ઉછેર કરતી હતી. 


આ પણ વાંચો : એક સમયે દાદા સાથે સાડીઓ વેચતા, આજે છે...


પોલીસ દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર તેઓ પીડિતને ધમકાવતા હતા અને જો ફરિયાદ કરવા માટે પોલીસ પાસે જઇશ તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપતા હતા. પોલીસ દ્વારા કેશ અને અન્ય વીડિયો જપ્ત કર્યો બાદ એ અંગેની શંકા વ્યક્ત કરવામાં આવી છે,કે આ યુવતી બીજા કોઇ અન્ય ગુન્હાઓમાં ઝડપાઇ હોઇ શકે છે. 


ગુજરાતના લેટેસ્ટ સમાચાર જાણવા અહીં ક્લિક કરો