મિતેષ માળી/પાદરા: વડોદરા અલકાપુરી ખાતે રહેતા 42 વર્ષીય યુવાન યોગેન નિલેશભાઈ શાહ પોતે વાની ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં પોતે 40000 કિલોમીટર જેટલો ચાલતા પ્રવાસ કરવાનો ધ્યેય રાખી વડોદરાથી કન્યાકુમારી ચાલતા જવા નીકળ્યા છે, જે આજે કરજણ પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને સ્વાસ્થ અને પર્યાવરણ બચાવો અને જીવદયા રાખોનો સંદેશા સાથે ચાલી રહ્યા છે. તેઓ દ્વારા અત્યાર સુધીમાં ભારત ભરમાં અલગ અલગ રાજ્યોના 12000 કિલોમીટર જેટલો પ્રવાસ કરી ચુક્યા છે. ભારતમાં અભ્યાસ કર્યા બાદ લંડન ખાતે કેમ્બ્રિજમાં ટીચર ટ્રેનિંગનો અભ્યાસ કરી ઓક્સફર્ડ ખાતે 2 વર્ષે વિધાર્થીઓને ઈંગ્લિશનો અભ્યાસ કરાવ્યો છે. 


બાદમાં આઈ.બી.એમમાં જોબ કરી ભારત ખાતે પરત ફરી કોરોનાકાળથી ચાલતા જવાનું અભિયાન કર્યું છે. તેઓ લોકોને જંક ફૂડથી દુર રહો. વ્યાયામ કરો, પેટ્રોલ-પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો જેવા સંદેશા સાથે વડોદરાથી કન્યા કુમારી જઇ રહ્યા છે. તેઓની સાથે એમના કાર્યથી પ્રેરાઈ કાલોલ તાલુકાના સુરેલી ગામના 2 સોશિયલ મીડિયાના મિત્રો પણ સાથે જોડાઈ વડોદરાથી કન્યાકુમારી ચાલતા જઇ રહ્યા છે.


આ પણ જુઓ વીડિયો:-