અતુલ તિવારી /અમદાવાદ : UPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ હવેથી યુપીએસસીની તૈયારી પણ કરી શકશે. યુનિવર્સિટી અને જય જય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 વર્ષનો ટેણીયાની બુદ્ધી પ્રતિભા જોઇને તમે પણ ઇચ્છશો કે કાશ મારુ બાળક પણ આવું હોય


વિદ્યાર્થીઓ 24 કલાક રહીને અભ્યાસ કરી શકશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અભ્યાસ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા, ઇન્ટરવ્યુના આધારે સિલેક્શન કરવામાં આવશે. અત્યાર સુધીમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. હજી પણ વિદ્યાર્થીઓ સતત રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. 


પેટાચૂંટણી મોકૂફ રાખવાની અરજી મામલે HC એ ચૂંટણી પંચને મોકલી નોટિસ


31 ઓગષ્ટનાં રોજ પ્રવેશ પરીક્ષાનું આયોજન પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરથી સિલેક્ટ થનારા વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ કરાવવામાં આવશે. યુનિવર્સિટી ખાતે મુંબઇ, કોલકાતા, પુણે અને બેંગ્લોરથી નિષ્ણાંતો માર્ગદર્શન આપવા માટે આવશે. વિદ્યાર્થીઓ મહત્તમ સફળતા પ્રાપ્ત કરે તેવા પ્રયાસો કરશે. 


સુરત : કોરોના રેપિડ ટેસ્ટ ફ્રી હોવા છતાં લોકો પાસેથી 450 રૂપિયા વસૂલાયા


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ કહી ચુક્યા છે કે, જ્યારે ઉચ્ચ અધિકારીઓની કેબિનની બહાર નોન ગુજરાતીઓનાં નામ વાંચીએ ત્યારે ખુબ જ દુખ થાય છે. ગુજરાતીઓનાં યુપીએસસીનું મેણુ ભાંગવા માટે સ્પીપા બાદ ગુજરાત યુનિવર્સિટીએ પણ કમર કસી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર