અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી છ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર સાબિત કરી દીધુ કે ગુજરાતને શા માટે ભગવાનો ગઢ કહેવામાં આવે છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં મોટી બહુમતીથી વિજય મેળવી ફરી સત્તા કબજે કરી છે. આ જીત બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (amit shah), પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છ મનપામાં ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો
ભાજપે રાજકોટની 72 બેઠકોમાંથી 68 પર જીત મેળવી છે. તો જામનગરમાં 64 સીટોમાંથી 50 જીતી છે. ભાવનગરમાં ભાજપે 44 સીટો કબજે કરી છે. વડોદરામાં ભાજપના ખાતામાં 63 સીટ આવી છે. આમ છ મહાનગર પાલિકા ભાજપે ફરી જીતીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ આ જીતનો શ્રેય નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. 


અમિત શાહે ગુજરાતની જનતાનો માન્યો આભાર
ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) એ ટ્વીટ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પર જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. શાહે ટ્વીટ કરી કહ્યુ, 'મહાનગરોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક પર વિશ્વાસ મુકવા બદલ ગુજરાતની જનતાનો દિલથી આભાર.' 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube