રવિ અગ્રવાલ/વડોદરા :ચીનના કોરોના વાયરસનો ખૌફ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ચીનથી આ વાયરલ અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તો ચીનમાં અત્યાર સુધી 80 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આવામાં ચીનથી થતા દરેક વ્યવહાર પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ચીનથી નીકળતી ફ્લાઈટમાં તમામ મુસાફરોને ચકાસવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસને પગલે ચીનમાં બદતર પરિસ્થિતિ સર્જાઈ છે. આવામાં ગુજરાતના વિવિધ શહેરોના 20 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓએ વીડિયોના માધ્યમથી ભારત સરકારને અપીલ કરી છે કે તેઓને જલ્દીમાં જલ્દી અહીથી કાઢી લેવામાં આવે.


વલસાડમાં બે કાર ટકરાઇ અને પછી તો થઇ જોવા જેવી...જુઓ વીડિયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના 20 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા
ચીનમાં કોરોના વાયરસની અસર મોટાપાયે જોવાઈ રહી છે. ત્યારે ચીનમાં અભ્યાસ કરી રહેલા ગુજરાતના 20 વિદ્યાર્થીઓ હાલ ચીનમાં ફસાયા છે. જેમાં વડોદરાની એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલી વિદ્યાર્થિની શ્રેયા જયમાન નામની યુવતીના માતાપિતાએ પોતાની દીકરીને પરત લાવવા ભારત સરકાર પાસેથી મદદ માંગી છે. શ્રેયા જયમાન નામની 18 વર્ષની વિદ્યાર્થિની ચીનના વુહાન શહેરમાં ફસાઈ છે. શ્રેયા સાથે ગુજરાતના 20 વિદ્યાર્થીઓ પણ ફસાયા છે. આ વિદ્યાર્થીઓએ એક વીડિયો મોકલીને પોતાને ત્યાંથી કાઢવા સરકાર પાસેથી મદદ માંગી છે.  


સાદગીવાળા લગ્ન માટે તો સુરતના આ કપલને મળવો જોઈએ એવોર્ડ, ગૌમાતા હશે લગ્નના મુખ્ય મહેમાન


વિદ્યાર્થીઓ વીડિયો બનાવીને મદદ માંગી
ચીનમાં ભારતના 300 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેઓ હુબેઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હાલ આ વિદ્યાર્થીઓને ખાવાપીવાની સમસ્યા ઉભી થઈ છે. વૃંદ પટેલ નામના વિદ્યાર્થીએ પોતાના સાથીઓ સાથેનો મદદ માંગતો વીડિયો મોકલ્યો છે. તમામ મોઢા પર માસ્ક પહેર્ય છે. વીડિયો તેઓએ કહ્યું કે, અત્યાર સુધી કોઈ ભારતીય તેની ઝપેટમાં નથી આવ્યો. વાયરસનો ચેપ ન લાગે તે માટે અમારે એક રૂમમાં પૂરાઈને રહેવુ પડે છે. અમે બહાર નીકળી પણ શક્તા નથી. અન્ય દેશોના લોકોએ પોતાના નાગરિકોને બહાર કાઢી લીધા છે. ત્યારે ભારત સરકાર અમને પણ બહાર કાઢે. અમને અહી ખાવાપીવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે, શ્રેયા સાથે જે વિદ્યાર્થીઓ છે તેઓ અમદાવાદ, જામનગર, જુનાગઢ, વીસનગર, ગોધરા, લુણાવાડા શહેરના છે. જેઓ ચીનમાં ફસાયા છે.  


ટ્રાફિકથી ધમધમતા રહેતા વડોદરાના બ્રિજ પર તૂટ્યું લાકડાનું પાલક, 3 મજૂરો દબાયા


ગુજરાતમાં માતાપિતા ચિંતાતુર
શ્રેયાના પિતાએ પીએમઓ, ગુજરાતના મુખ્યમંત્રી, દેશના વિદેશમંત્રી, ગૃહમંત્રી, સાંસદ રંજન ભટ્ટને ટ્વિટ કરીને મદદ માંગી છે. તેમની દીકરી અને અન્ય વિદ્યાર્થીઓ પરત આવી જાય તે માટે ગુહાર લગાવી છે. શ્રેયાના માતાપિતાએ કહ્યું કે, ભારત સરકાર જલ્દી અમારા સંતાનોને પરત લાવે તેવુ ઈચ્છી રહ્યા છે. અમારા સંતાનોને વાયરસ લાગે તે પહેલા જ તેઓ અહી આવી જાય તેવુ અમે ઈચ્છી રહ્યાં છે. 


વડોદરાના સાંસદે ઝડપી મદદ આપવાનું કહ્યું...
રંજન ભટ્ટે કહ્યું કે, અમારા વિદ્યાર્થીઓ જલ્દીથી અહી આવે તે માટે અમે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે પણ મદદની જરૂર હશે તેમાં હુ તેમની સાથે છું. આ દીકરાઓ જલ્દી આવે તેવો પ્રયાસ રહેશે. વિદેશ મંત્રાલય ઝડપી કામ કરતુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક