સાદગીવાળા લગ્ન માટે તો સુરતના આ કપલને મળવો જોઈએ એવોર્ડ, ગૌમાતા હશે લગ્નના મુખ્ય મહેમાન

લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે. પરંતુ આ વાક્ય સાંભળીને તમને આશ્ચર્ય થશે કે, સુરત (Surat)માં યોજનાર એક લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહેશે. આ પહેલા સુરતમાં આવા કોઈ લગ્ન થયા નથી કે જેમાં ગાયમાતા (Cow) ને બોલાવવામાં આવી હોય. એટલું જ નહિ, આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિ (wedding season) થી જોડાશે. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે. જ્યારે ગાય સાથે વરઘોડો અને ગાયની સાક્ષીમાં લગ્નની અન્ય વિધિ કરવાનો નિર્ધાર કરાયો છે.
સાદગીવાળા લગ્ન માટે તો સુરતના આ કપલને મળવો જોઈએ એવોર્ડ, ગૌમાતા હશે લગ્નના મુખ્ય મહેમાન

ચેતન પટેલ/સુરત :લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે. પરંતુ આ વાક્ય સાંભળીને તમને આશ્ચર્ય થશે કે, સુરત (Surat)માં યોજનાર એક લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહેશે. આ પહેલા સુરતમાં આવા કોઈ લગ્ન થયા નથી કે જેમાં ગાયમાતા (Cow) ને બોલાવવામાં આવી હોય. એટલું જ નહિ, આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિ (wedding season) થી જોડાશે. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી છે. જ્યારે ગાય સાથે વરઘોડો અને ગાયની સાક્ષીમાં લગ્નની અન્ય વિધિ કરવાનો નિર્ધાર કરાયો છે.

...અને બોલવા લાગ્યું તાબૂતમાંથી નીકળેલું 3000 વર્ષ જૂનુ મમી, કળીયુગમાં વિશ્વાસ ન થાય તેવા છે ન્યૂઝ

સુરતમાં એક કપલ ગૌમાતાની સાક્ષીમાં સાત ફેરા લેશે. આ ખાસ લગ્નમાં કંકોત્રી પણ ખાસ બનાવામાં આવી છે અને એટલે જ કંકોત્રી સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. સુરતના ભટાર રોડ પર રહેતા અને મૂળ રાજસ્થાનના રામપાલ ગાડોદિયાના પુત્ર રોહિત કુમાર અને વેસુમાં રહેતા મદનલાલ તોડીની પુત્રી અભિલાષા 3 ફેબ્રુઆરીએ લગ્નના તાંતણે બંધાશે. રોહિત કુમાર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે અને અભિલાષા સીએ છે. રામપાલ અને મદનલાલ બંને વર્ષોથી સારા મિત્રો હોવા ઉપરાંત ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંનેના પુત્ર અને પુત્રી લગ્નજીવનમાં પગલું માંડી રહ્યા છે, ત્યારે બંને પરિવારોએ લગ્ન સમારોહ થકી ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરાનો અમલ કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પાણીગ્રહ વિધિ કરાશે. એટલું જ નહિ, લગ્નમાં માટીના 5000 ગ્લાસ રહેશે. જેથી પર્યાવરણની જાળવણી પણ કરવામાં આવે અને કુંભારને રોજગારી પણ આપી શકાય..

આગામી ૩ ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન સમારોહ માટે બે ગાય માતા અને એક વાછરડા સાથે વરઘોડો કાઢવામાં આવશે. પાર્ટી પ્લોટની સો મીટર દૂરથી ગાય માતા અને વાછરડાને વરઘોડામાં સામેલ કરાશે. લગ્નમંડપમાં ગાય માતા અને વાછરડાના પ્રવેશ બાદ જ વરરાજાનો પ્રવેશ કરાવામાં આવશે. ઉપરાંત મહેમાનોને આમંત્રણ માટે સંસ્કૃત ભાષામાં પાંચ પાનાની લગ્ન પત્રિકા લખવામાં આવી છે. કાગળનો વ્યય અટકાવવા માટે ડિજીટલ પત્રિકા થકી પણ મહેમાનોને આમંત્રણ અપાયું છે. વરરાજાના પિતા રામપાલે જણાવ્યું હતું કે, આજની યુવાપેઢી ભારતીય મૂળની વૈદિક પરંપરાને જાણે એ હેતુથી લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે. ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે 31 બ્રાહ્મણો દ્વારા પાણીગ્રહ વિધિ કરાશે .પાણીગ્રહ વિધિ વેળાએ એક મંડપમાં ગાય માતાની હાજરી રહેશે. આ સિવાય રાજસ્થાની સમાજમાં રાત્રે લગ્ન થાય છે, તેને બદલે સાંજે લગ્નનું આયોજન કરાયું છે. આ સાથે મરાઠી સમુદાયમાં અક્ષત વિધિ કરાય છે. રાજસ્થાન સમાજમાં આ વિધિ થતી નથી, પરંતુ પરિવાર દ્વારા આ વિધિ કરવાનો નિર્ણય કરાયો છે.

એક તરફ જ્યાં લોકો લગ્નમાં ફિલ્મી ગીત વગાડતા હોય છે ત્યારે સુરતના આ લગ્નમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગીતો સાંભળવા મળશે. એટલું જ નહિ, લગ્નમાં ચાંદલામાં મળનાર રકમ રાષ્ટ્ર માટે કાર્ય કરનાર સંસ્થાઓને અર્પણ કરાશે. અન્ય યુવાઓની જેમ આ કપલે પ્રિ-વેડિંગ શૂટિંગ અને અન્ય ખર્ચાઓના ધુમાડા પણ નથી કર્યા. લગ્નનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને વૈદિક લગ્ન અંગે લોકોને જાગૃત કરવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news