સાવધાન! ગુજરાતના 45 ડેમ સંપૂર્ણ છલકાયા, આસપાસના લોકોને હાઈએલર્ટ અપાયું
Dams On High Alert : રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા જળ સંગ્રહ
Gujarat Dams Overflow : રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
- ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર
- ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ
- દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા જળ સંગ્રહ
- 7 જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ છે. રાજ્યના ૩૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ અપાઈ છે. ૩૬ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.
ગુજરાતમાં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી
- સરદાર સરોવર યોજનામાં ૨૩,૪૮૬ ક્યુસેક
- ઉકાઈમાં ૩૬,૩૦૭ ક્યુસેક
- દમણગંગામાં ૭,૦૧૮ ક્યુસેક
- કડાણામાં ૬,૬૭૪ ક્યુસેક
- પાનમમાં ૬,૬૪૮ ક્યુસેક
- હડફમાં ૫૫૦૦ ક્યુસેક
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૦.૮૮ ટકા, કચ્છના ૨૦માં ૪૯.૯૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૯ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
વડોદરાવાસી માટે ફરી ચિંતાનો વિષય, વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધી, ધોધમાર વરસાદ શરૂ