વડોદરાવાસી માટે ફરી ચિંતાનો વિષય, વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધી, ધોધમાર વરસાદ શરૂ
Vadodara Rain : વડોદરામાં ભારે વરસાદને પગલે ભરાયા પાણી, લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ સુધી ભરાયા પાણી, વરસાદ બંધ થયો હોવા છતાં નથી ઉતરી રહ્યા પાણીવડોદરામાં વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીની સપાટી વધી, નદીની સપાટી વધતાં ઠેર ઠેર નીકળ્યા મગર
Trending Photos
Vadodara News : વડોદરા પર ફરી જળસંકટ આવવાની તૈયારી છે. કારણ કે, વડોદરામાં વરસાદ વરસતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. વડોદરામાં વરસાદ વરસતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 16 ફૂટ થઈ છે. ગઈકાલ સુધી વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ હતી. તો આજવા સરોવરની સપાટી 211.65 ફૂટ થઈ છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. શહેરીજનો માટે હાલ નથી ચિંતાનો વિષય નથી. સવારથી વડોદરામાં પડી રહેલા અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વડોદરામાં વરસાદ બાદ પાણી ભરયાા
વડોદરાના લહેરીપુરા દરવાજાથી માંડવી ગેટ સુધી પાણી ભરાયા છે. તો વરસાદ બંધ થયો છતાં પાણી ઓસરી નથી રહ્યાં. થોડાક જ વરસાદમાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ કારણે વાહનચાલકો પણ પરેશાન થયા છે. પાણી ભરાવાનાના કારણે દુકાનદારોએ દુકાન પણ ખોલી શક્તા નથી. પથ્થર ગેટ, મદન ઝાંપા રોડ પાણી ભરાયા છે. દાંડિયા બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. તો મંગળ બજાર અને માંડવી વિસ્તારમાં પાણી ભરાયા છે.
સોસાયટીમાં ઘૂસ્યા વરસાદી પાણી
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ પ્રથમ રેસીડન્સીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સોસાયટીના આંતરિક રોડ પર પાણી ભરાતા રહીશોને હેરાનગતિ થઈ રહી છે. સતત ત્રીજી વખત સોસાયટીમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે સોસાયટીના રહીશોને પાણીમાથી પસાર થવું પડે છે. 285 ઘરના પરિવારોને હાલ ઘરની બહાર નીકળવા મુશ્કેલી થઈ રહી છે. સાંસદ, ધારાસભ્ય , સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સોસાયટીની મુલાકાત લીધી છતાં આ વિસ્તારની સમસ્યા ઠેરની ઠેર છે. સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલે મોટો આરોપ મૂક્યો કે, કાંસ પર ગેરકાયદેસર દિવાલ બનાવી છે જે તોડવા અધિકારીઓને સૂચના આપી છતાં અધિકારી કામ નથી કરતાં. દીવાલ તોડી પાડવામાં આવે તો પ્રથમ રેસીડન્સીમાં પાણી ન ભરાય.
વિશ્વામિત્રી નદીના મગર ફરી બહાર આવ્યા
વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં ઠેર ઠેર મગર બહાર નીકળી રહ્યાં છે. વન વિભાગની ટીમે રાજમહેલમાંથી મગરનું રેસ્ક્યુ કર્યું છે. મગરના બચ્ચાઓનું પણ વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું. કાલાઘોડા પાસે આવેલ વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગરને છોડવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે અત્યારસુધી 15 મગરોનું શહેરભરમાંથી રેસ્ક્યૂ કર્યું છે. વન વિભાગની ટીમ શહેરીજનોના વહારે આવી છે.
યુવકને મગર સાથે મજાક ભારે પડી
વડોદરા શહેરના ભાયલી ગોકુળપૂરા રોડ પર તલાવડીમાં મગર સાથે મજાક યુવકને ભારે પડી હતી. પાણીમાં મગરનું બચ્ચુ હોવાનું સમજી પરેશાન કરવા યુવક તેની નજીક પહોચ્યો હતો. પરંતુ અચાનક મહાકાય મગર જોતા યુવક જીવ બચાવી ભાગ્યો હતો. સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યો છે. યુવકના પગ પર મગરે હુમલો કર્યો હોવાની પણ ચર્ચા છે.
મહાકાય મગર પાંજરે પૂરાયો
ફાયર બ્રિગેડને તલાવડીમાં મગરનું બચ્ચુ આવી ચડ્યું હોવાનો કોલ મળ્યો હતો. ફાયરના જવાનો, જીવદયા પ્રેમીઓ બચ્ચાને બદલે મહાકાય મગર જોઈ ચોંક્યા હતા. મહાકાય મગરને રેસ્કયુ કરવા ત્રણ કલાક મહેનત કરવી પડી હતી. ફાયર બ્રિગેડ દ્વારા તલાવડીમાંથી પાણી ખાલી કર્યા બાદ મગરનું રેસ્કયું કરાયું હતુ. સાંજે 7 વાગ્યે મગરને પકડવા શરૂ થયેલી કામગીરી રાત્રે 10 વાગ્યે પૂર્ણ થઈ હતી. મહાકાય મગર પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે