ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર! વ્યાજના ધંધામાં એટલા રૂપિયા કમાયો છે કે પત્ની પણ છે અબજોપતિ, પોલીસે ઘૂંટણીયે પાડ્યો
અમદાવાદમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદનો એક એવો કિસ્સો કે જે રાજ્યનો સૌથી મોટો વ્યાજખોરોનો કિસ્સો બની ચૂક્યો છે. કુલ 24 જેટલા વ્યાજખોર પણ એમાંનો એક મુખ્ય વ્યાજખોરોની તપાસ કરતા પોલીસના પણ હોશ ઉડી ગયા. માત્ર અમદાવાદનો જ નહીં રાજ્યનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના હાથે ચડ્યો છે. આ વ્યાજખોર અને તેનો પરિવાર છેલ્લા 20 વર્ષમાં જ અંદાજિત 2000 કરોડની પ્રોપર્ટીનો માલિક બની ગયો છે. આ વ્યાજખોર અગાઉ 20 ગુનાઓમાં સંડોવાયેલો છે અને હજી પણ અંદાજે 15 જેટલા ગુનાઓ નોંધાઈ તો પણ નવાઈ નહિ. કોણ છે આ અબજોપતિ વ્યાજખોર અને શું છે સમગ્ર કિસ્સો.
તૈયારી કરી રાખજો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ, જાણો ભયંકર આગાહી
અમદાવાદમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને નારોલ પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક ફરિયાદ મુજબ વેપારી કમલ ડોગરા એ કોરોના સમયમાં તેના ધંધાને અસર પડતા ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સહિત 8 લોકો પાસેથી 12 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 34 કરોડ ચૂકવ્યા પણ હતા. એટલું જ નહિ પણ હજી વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધાક ધમકી ઓ આપતા હતા.
તમારી પાયલ...દીકરીનું ધ્યાન રાખજો, પતિના અફેરથી ત્રાસી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
વ્યાજખોરોએ વેપારીની સાત કરોડની લેમ્બોરગીની, એક કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુનર કાર પણ પડાવી લીધી હતી. બીજી તરફ વેપારીને ત્રણ થી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસ માંથી ટોકન લઈ તારીખો પણ નક્કી કરી લીધી હતી. જે ગુનામાં નારોલ પોલીસે ધર્મેશ પટેલની ધરપકડ કરી હતી. જે બાદ હવે તેના પુત્ર પ્રેમ પટેલ ની પણ વેસ્ટ બંગાળ થી ધરપકડ કરવામા આવી છે.
પ્રેમિકાને પામવા 'રહીમ' માંથી 'રામ' બન્યો પ્રેમી! પ્રેમ ઈબાદત,અજબ પ્રેમની ગજબ કહાની
નારોલ પોલીસ મથકે નોંધાયેલા સમગ્ર મામલે કેસની તપાસ માટે એક ખાસ sit ની રચના કરવામાં આવી છે. Sit દ્વારા તપાસ કરતા 11 આરોપીઓ વિરુદ્ધ નોધાયેલો ગુનો હવે 24 આરોપીઓ સુધી પહોચ્યો છે. સાથે જ પોલીસે વ્યાજખોરોની ઇનોવા કાર માંથી 25 કોથળા ભરેલા દસ્તાવેજો, 61 atm, ક્રેડિટ કાર્ડ, 38 પાસબુક, 113 ચેકબુક મળી આવી છે. સમગ્ર કેસનો મુખ્ય આરોપી ધર્મેશ પટેલ નાં નામે 25 બેન્ક એકાઉન્ટ છે તેમજ પરિવારના મળીને કુલ 48 બેન્ક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખૂબ મોટા આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત ધર્મેશ અને તેના પરિવારના સભ્યોના નામે 14 કંપનીઓ રજીસ્ટર થયેલ છે.
ધોરણ-12ની વિદ્યાર્થીનીને શાળામાં આવ્યો હાર્ટએટેક, રિશેષમાં બેહોશ હાલતમાં મળી હતી
પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે આરોપી ધર્મેશ નાં નામે 754 કરોડની સંપતિ છે જ્યારે તેની પત્નીના નામે 888 કરોડની સંપત્તિ નોંધાયેલી છે. આરોપી ધર્મેશ સામે અગાઉ બેન્કો સાથે પણ છેતરપીંડી ના કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારથી નારોલમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ અલગ અલગ 15 જેટલા અન્ય ભોગવનાર લોકોએ પણ પોલીસનો સંપર્ક કર્યો છે. જેથી આવનારા દિવસોમાં ધર્મેશ પટેલ અને તેની ગેંગ વિરૂધ્ધ અન્ય 15 જેટલા ગુના ઓ નોંધાઈ તેવી શક્યતા ઓ છે. આ ઉપરાંત ધર્મેશ પટેલ વિરુદ્ધ અગાઉ 20 જેટલા ગુના ઓ નોંધાઈ ચૂક્યા છે.
અ'વાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અનેક વિસ્તારો જળબંબાકાર, આગામી 3 કલાક અતિભારે!
હાલ તો પોલીસે અત્યાર સુધી 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે જેમાં મુખ્ય આરોપી ધર્મેશ અને તેનો પુત્ર પણ પકડાઈ ચૂક્યા છે. હવે અન્ય ફરાર આરોપી ઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે ધર્મેશ વિરુદ્ધ અગાઉ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અંગે તેની પત્ની દ્વારા પણ ફરિયાદ નોંધાઈ હતી. જોકે વીસ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ધર્મેશ અને તેની ગેંગ વિરુદ્ધ મળેલા દસ્તાવેજી પુરાવાઓ બાદ શું પગલાં લેવાય છે. અને આ ગેંગ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જાણવું મહત્વનું છે.
હર્ષ સંઘવીના જીવનનો રસપ્રદ કિસ્સો : કહ્યુ, સિગરેટ છોડી ત્યારે લાગ્યું કે જીવન જીવ્યો
એસઆઈટીને જે પ્રમાણે બે નામી વ્યવહાર અને મિલ્કતો મળી આવી છે તેને લઇ ને ઇન્કમટેક્ષ ને પણ સાથે તાપસ માં જોડી છે અને આરોપીઓ ની આવક નો સ્ત્રોત શું છે એ અંગે તપાસ શરુ કરી છે ત્યારે પોલીસ પણ અપીલ કરી રહી છે કે આ ગેંગનું જો કોઈ ભોંગ બન્યું હોય તો નારોલ પોલીસનો સંપર્ક કરવામાં આવે.
આ મહિલાઓ છે દુનિયાની સૌથી ખતરનાક ગેંગસ્ટર, જેમના નામથી લોકો ધ્રૂજી જાય છે