Lady Criminals: આ મહિલાઓ છે દુનિયાની સૌથી ખતરનાક ગેંગસ્ટર, જેમના નામથી લોકો ધ્રૂજી જાય છે
Notorious Women Criminals of world: ગુનો હોય કે આતંકવાદ, બંનેએ વિશ્વમાં ઊંડા મૂળિયાં જમાવી લીધાં છે. અહીં ચિંતાજનક બાબત એ છે કે આમાં મહિલાઓની ભાગીદારી સદીઓથી છે અને આજે પણ તે ઝડપથી વધી રહી છે. મહિલા ચાંચિયાઓ હોય કે હત્યા જેવા ગંભીર ગુના હોય કે અન્ય કોઈ ઊંડા કાવતરું હોય, ગુનાના ઈતિહાસમાં મહિલાઓની ભૂમિકા શરૂઆતથી જ રહી છે. ચાલો તમને એવી કેટલીક મહિલાઓ વિશે જણાવીએ જેમના નામથી લોકો ધ્રૂજી જાય છે કારણ કે તેઓએ જમીનથી લઈને દરિયાઈ સરહદો સુધી તબાહી મચાવી હતી.
Trending Photos
Notorious Women Criminals of world: જ્યારે પણ દુનિયાના સૌથી મોટા ગેંગસ્ટર, બદમાશો અને ડોનનો ઉલ્લેખ થાય છે ત્યારે અવારનવાર પુરુષોના નામ સામે આવે છે. પરંતુ આજે અમે તમને જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે મહિલા ગુનેગારોની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. 1930ના દાયકામાં અમેરિકામાં બોની પાર્કરનું નામ ગુંજતું હતું. 1932માં બોનીનું નામ ચોરી, દાણચોરી અને હત્યાની ઘટનાઓમાં આવવા લાગ્યું. બોનીએ ટેક્સાસ, ઓક્લાહોમા, ન્યુ મેક્સિકો અને મિઝોરીમાં અનેક ગેસ સ્ટેશન, નાના શહેરની બેંકો અને રેસ્ટોરાં લૂંટી લીધા. બોની પકડાઈ જતી પણ તેની ચતુરાઈથી ફરાર પણ જતી. 1934માં, તેણે એફબીઆઈને પણ ચકમો આપી ટેક્સાસની ઈસ્ટહામ સ્ટેટ જેલમાંથી પાંચ કેદીઓને મુક્ત કર્યા. આ કાંડ દરમિયાન તેણે ત્રણ પોલીસ અધિકારીઓની હત્યા કરી હતી અને જિલ્લા પોલીસ વડાનું અપહરણ કર્યું હતું. આખરે, બોની અને તેની ગેંગને લુઇસિયાનામાં પોલીસ દ્વારા પકડવામાં આવી હતી કારણ કે એક મિત્રએ તેણીને તેમના ઠેકાણા વિશે જાણ કરી હતી.
ડ્રગ ડીલર 'સાંદ્રા' : મેક્સિકોની સૌથી કુખ્યાત ડ્રગ ડીલર સાંદ્રાને ક્વીન ઓફ પેસેફિકના નામથી પણ ઓળખવામાં આવતી હતી. તેણે ડ્રગ્સનું સામ્રાજ્ય એટલી હદે વધાર્યું કે, તે સમયે મેક્સિકોની સૌથી ધનવાન મહિલા ગણાતી હતી. સાંદ્રાએ બે વખત લગ્ન કર્યા અને બન્ને પતિ એક્સ પોલીસમેન હતા. જે બન્ને ડ્રગ ડીલર બની ગયા. જો કે, બન્ને પતીઓની હત્યા થઇ અને જેની શંકા પણ સાંદ્રા પર જ હતી.
આ પણ વાંચો:
સ્ટેફની : ફ્રાન્સમાં જન્મેલી થયેલી સ્ટેફની વર્ષ 1920ની સાલમાં ન્યૂયોર્ક પહોંચી હતી જ્યાં તેને મેડમ નામ મળ્યું. તેણે ન્યૂયોર્ક સિટીમાં પોતાનો અડ્ડો જમાવ્યો. એ સમયમાં સ્ટેફની પોલીસ અધિકારીઓને 50-50 હજારનો હપ્તો આપતી હોવાનું કહેવાય છે. તેની મૌખિક ફરિયાદથી પણ ઘણા પોલીસ અધિકારીઓએ નોકરી ગુમાવી છે. સ્ટેફનીનું નામ સાંભળીને લોકો ડરતા હતા.
મેલિસા કેલ્ડેરોન : મેલિસા કેલ્ડેરોન હાલમાં વિશ્વની સૌથી નિર્દય ગુંડાઓમાંની એક માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેલિસા અત્યાર સુધીમાં 150થી વધુ લોકોને પોતાના હાથે મારી ચૂકી છે. મેલિસાને અંડરવર્લ્ડમાં 'La China' તરીકે ઓળખવામાં આવે છે. જેની ગેંગમાં 300થી વધુ લોકો છે. 32 વર્ષની મેલિસા હાલમાં ડ્રગ હેરફેર અને સોપારી હત્યામાં માસ્ટર માનવામાં આવે છે. 20 સપ્ટેમ્બર, 2015 ના રોજ, મેલિસાને મેક્સિકન પોલીસ દ્વારા ડ્રગ વિરોધી ચળવળ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તે લાંબા સમય સુધી જેલમાં રહી હતી.
વર્જીનિયા હિલ : અમેરિકી અંડરવર્લ્ડનું કુખ્યાત નામ છે વર્જીનિયા હિલ... તે પોતાની સુંદરતાને કારણે મોટા મોટા અપરાધીઓને પોતાની જાળમાં ફસાવી પોતાનું કામ કઢાવતી હતી. આ શાતિર મહિલાએ બાર ડાંસરમાં કામ કર્યા બાદ વધુ પૈસા માટે દેહ વ્યાપાર શરૂ કર્યો હતો.. બાદમાં મની લોન્ડ્રિંગ જેવા કિસ્સામાં ખૂબ બદનામ થઇ અને પોતાની જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો:
મૈરી સુરાટ : મૈરીલેન્ડમાં મૈરી સુરાટ પોતાના પતિ સાથે બાર ચલાવતી હતી... ત્યારે તે સિવિલ વોર દરમિયાન ચર્ચામાં આવી અને તેના પતિના મોત બાદ વોશિંગટન ડીસીમાં પોતાનો અડ્ડો જમાવ્યો... ત્યારબાદ તે સમયના અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનને મારવાની જાળમાં ફસાઇ અને દોષિ સાબીત થઇ... જેના કારણે તેને મોતની સજા મેળવાનારી પહેલી મહિલા બની... 7 જુલાઇ 1865માં તેના સાગરીતોની સાથે મૈરી સુરાટને ફાંસી આપવામાં આવી હતી...
ગ્રીસેલ્ડા બ્લેન્કો : ગ્રીસેલ્ડા બ્લેન્કો કોકેઈનની રાણી તરીકે જાણીતી હતી. 1970 અને 80ના દાયકામાં તેણે કોલંબિયાથી અમેરિકામાં કોકેઈનની દાણચોરી કરીને પોતાનું નામ બનાવ્યું હતું. તે એટલી ક્રૂર હતી કે તેણે તેના 3 પતિની હત્યાનો આદેશ આપ્યો. તેણીએ પોતે હુમલો કર્યો ન હતો પરંતુ એવું માનવામાં આવે છે કે તેણીએ 2000 લોકોની હત્યા કરી છે. આટલું જ નહીં તેણે 2 વર્ષના બાળકને પણ માર માર્યો હતો. તે આ દેશની પ્રથમ મહિલા ગુનેગાર હતી જે અબજોપતિ બની હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે