ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત અને દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દેનારા પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકી (Madhavsinh Solanki) આજે તેઓનો 93મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ત્યારે ઝી 24 કલાકના શીર્ષસંવાદ કાર્યક્રમમાં તેઓએ એડિટર દિક્ષીત સોની સાથે રાજકીય પીટારો ખોલ્યો હતો. ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ કેમ 25 વર્ષથી વિપક્ષની પાટલીએ બેઠી છે તે સવાલનો જવાબ પણ દિલ ખોલીને આપ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન, કોરોનાની પરિસ્થિતિ નહિ સુધરે તો નવરાત્રિ નહિ થાય
 
તેઓની મધ્યાહન ભોજન યોજના સમગ્ર દેશ માટે આર્શીવાદ સમાન સાબિત થઈ છે. અત્યારની રાજનીતિમાં તમને નીતિ જણાય છે તે અંગે તેઓએ કહ્યું કે, રાજનીતિમાં શું છે અને શું છે તે કહેવુ મુશ્કેલ છે. રાજનીતિ કરનારાઓમાં કેટલીકવાર નીતિનો અભાવ દેખાય છે. સત્યથી વેગળુ વર્તન કરવું, બોલવું, ચાલવું, વાત ફેરવી તોળવી આ બધું સામાન્ય નીતિમત્તાની બહારની વસ્તુ છે. એ ન હોવી જોઈએ. પણ હકીકતમાં આવું બધું છે. પક્ષપલટો કરનારાઓ વિશે તેઓએ કહ્યું કે, કસમનસીબી એ છે કે, એવા કિસ્સા પણ સાંભળ્યા કે, ત્રણ વખત પક્ષપલટો કરનારા પણ આપણે ત્યાં છે. તેઓને ટેકો આપનારા લોકો આપણે ત્યાં છે તે આપણી કમનસીબી છે.  


અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડો.પંકજ શેઠનું કોરોનાથી મોત, એક્ટર પ્રતિક ગાંધીનો પરિવાર કોરોનામુક્ત થયો  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર