* રાજકોટના કલાકારો એ હરાવ્યો કોરોનાને
* જીવન ગુજરાન માટે કોરોના કાળમાં કલાકારોએ શરૂ કર્યા નાનામોટા ધંધા
* કોરોનાના કારણે કલાકારોને નથી મળી રહ્યા કોઈ ઓર્ડર
* લગ્ન પ્રસંગોમા નથી મળી રહ્યા કોઈ ઓર્ડર
* મ્યુઝીકલ કોન્સર્ટ સહિતના કાર્યક્રમો યોજાવાના થયા છે બંધ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષિત પંડ્યા/રાજકોટ : કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશ અને દુનિયામાં આફત સમાન સાબિત થઇ છે. આ સમયે ભારતમાં પણ સરકાર દ્વારા લોકડાઉન અને ત્યારબાદ અનલોક લાદવામાં આવ્યું છે એ બધા વચ્ચે ઘણા લોકોના જીવન પર આર્થિક કટોકટી પણ જોવા મળી છે. ત્યારે આજે અમે વાત કરવા જઇ રહ્યા છીએ. રાજકોટના આત્મનિર્ભર કલાકારોની કે જેઓના પ્રોગ્રામ પર કોરોનાનું ગ્રહણ લાગતા ઘર ચલાવવું મુશ્કેલ થતા તેઓએ સોપારી વહેંચવા, શાકભાજી વહેંચવા તથા નાસ્તા લારી કાઢી રોજીરોટી શરૂ કરી છે. કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં આફત સમાન બની છે. તેવામાં આ મહામારીને કારણે ઘણા લોકોની રોજીરોટી પર પણ અસર જોવા મળી છે, તેમા પણ સૌથી વધુ અસર કલાકારો અને મ્યુઝિક આર્ટિસ્ટ પર જોવા મળી રહી છે. જેનું કારણ એક એ પણ છે કે છેલ્લા 6 માસથી વધુ સમયથી નાતો કોઈ લગ્ન પ્રસંગ, ના તો કોઇ ખાનગી પાર્ટીનું આયોજન થયું છે અને હવે આ બધાની સાથે નવરાત્રી થશે કે નહીં તે સવાલ પણ કલાકરો ને મૂંઝવણ માં મૂકી રહ્યો છે.


Gujarat Corona Update: 1408 નવા કેસ નોંધાયા, 14નાં મોત, 1510 દર્દીઓ સાજા થયા


સામાન્ય રીતે રાજકોટમાં નવરાત્રી પહેલા એક મહિના અગાઉથી વેલકમ નવરાત્રીના એક દિવસીય ગરબાના આયોજન પણ થતા હોય છે. જેમાં પણ સિંગર , મ્યુઝિક આર્ટિસ્ટ , ડેકોરેશન, મંડપ વહેરે લોકોને રોજીરોટી મળી રહેતી હોય છે.  આ વર્ષે આ બધાને કોરોનાનું ગ્રહણ લાગતા કલાકરો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા અન્ય ધંધા શરૂ કર્યા છે. જેમાં કોઇએ શાકભાજીની લારી કરી તો કોઈએ સોપારીનો ધંધો શરૂ કર્યો તો કોઈએ ઈડલી સંભાર નાસ્તાની લારી પણ શરૂ કરી છે. રાજકોટના મૌલિક ગજ્જર મ્યુઝિક કોન્સર્ટ ઓર્ગેનાઇઝર તેમજ ગાયક કલાકાર છે. જેઓ હાલ શાકભાજીનું વેચાણ શરૂ કર્યું છે. મૌલિક ગજ્જરે જણાવ્યું હતું કે, આફ્રિકા દુબઇ મસ્કત સહિતના દેશોમાં હું મારી ટીમ ને લઇ કોન્સર્ટ કરી આવ્યો છું. પરંતુ જે રીતે કોરોના મહામારીના કારણે સૌપ્રથમ  લોકડાઉન અને ત્યારબાદ અનલૉક શરૂ છે. જે અંતર્ગત મ્યુઝિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે.


[[{"fid":"284262","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


લોકડાઉન થશે કે નહી તે અંગે નાયબ મુખ્યપ્રધાને કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું નીતિન પટેલે !


શ્રીકાંત નાયર ૧૯૯૫ થી મ્યુઝિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છે અત્યાર સુધીમાં તેમને અનેક મ્યુઝિકલ કોન્સર્ટ પણ કર્યા છે, માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના તેર દેશોનો તેમને પ્રવાસ ખેડ્યો છે. ૩૫ થી વધુ વખત તેઓ એ વિદેશમાં મ્યુઝિકલ કોન્સર્ટ પણ કર્યા છે. તો સાથે જ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કિશોરકુમારના દોઢસો જેટલા ગીતો સળંગ પંદર કલાક ગાઈને તેમને પોતાના નામે રેકોર્ડ પણ બુક કરાવ્યો છે. જે રેકોર્ડ ની નોંધ ઈંડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, લીમ્કા બુક ઓફ રેકોર્ડ તેમજ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાયેલ છે. 


આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહી આવે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો સરકારી સહાય વગરના રહેશે


શ્રીકાંત નાયરનો એક સમય હતો જ્યારે સ્ટેજ પરથી તેઓ સૂર રેલાવે ત્યારે તેમના પ્રેક્ષકોનો તાળીઓનો ગડગડાટ શરૂ થઈ જતો હતો પરંતુ આજે સમય બદલાયો છે. જેના કારણે છેલ્લા બે મહિનાથી તેઓએ સોપારીનો ધંધો શરૂ કર્યો છે. ત્યારે હાલ રાજકોટમાં સોપારીનો જથ્થાબંધ તેમજ રિટેલમાં વેપાર શરૂ કર્યો છે સોપારી કાપવાનું કામ પણ તેઓ પોતે જ કરે છે. લોકડાઉન સમયે વિચાર આવ્યો હતો કે હાલ કોઈ ધંધો નથી પરંતુ નવો ધંધો શરૂ કરી હાલની પ્રવર્તમાન સ્થિતિમાં પણ સારી રીતે ચાલી શકે ત્યારે લોકોની માંગ અને વર્તમાન પરિસ્થિતિ જોતા સોપારી નો ધંધો શરૂ કરવા પસંદ કર્યું હતું. કલાકાર એ માત્ર કલાકાર જ નથી હોતો અને કલાકાર એ પોતે અન્ય લોકો માટે પ્રેરણા રૂપ માનવામાં આવે છે અને આજે રાજકોટના કેટલાક કલાકારો એ પણ આ વાક્ય સાર્થક કર્યું છે અને મહામારી સામે લડત આપી પોતાની રોજીરોટી કેવી રીતે સારી રીતે લાવી શકાય તેનું ઉમદા ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube