રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કચ્છ (Kutch) જિલ્લાના અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે 55 કરોડના ખર્ચે સરહદ ડેરી કેટલફીડ પ્લાન્ટ (Plant) ઊભો કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં હોના ખાણદાણ માટે વૈજ્ઞાનિક ઢબે અહીં ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સરહદ ડેરી કેટલફીડ પ્લાન્ટમાં દરરોજનું 300 મેટ્રિક ટન ઉત્પાદન કરવામાં આવે છે 300 મેટ્રિક ટન એટલે કે 15 મોટી ગાડીઓ જેટલું ઉત્પાદન અહીં દરરોજ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fully Automatic પ્લાન્ટ છે આ 
300 મેટ્રિક ટન ખાણદાણના ઉત્પાદન માટે ખૂબ મોટા પ્રમાણમાં મજૂર વર્ગ તથા અધિકારી વર્ગ જોઈએ પણ અહીં ત્રણ અધિકારીઓ દ્વારા દરરોજના 300 મેટ્રિક ટન ઉત્પાદન સાથે આ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. ભાવનગર (Bhavnagr) કેટલફિડ પ્લાન્ટના ઉદ્ઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોલાર પેનલથી ચાલતા પ્લાન્ટ બનાવવામાં આવે તો વીજળીની પણ બચત થાય અને ઈકોનોમિકલી પણ ડેરી ઉદ્યોગને ફાયદો થાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આ સૂચનને ધ્યાનમાં રાખીને સરહદ ડેરી દ્વારા અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે શક્તિથી સંચાલિત કેટલફિડ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતની આ યુનિવર્સિટીએ કરી જાહેરાત: ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમો રહેશે સંપૂર્ણ FREE SCHOLARSHIP


આ પ્લાન્ટ સોલાર (Solar) શક્તિ સંચાલિત અને ફૂલી ઓટોમેટિકલી વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુ આહાર નું ઉત્પાદન કરે છે અને અહીં આજ સુધી એક પણ રૂપિયાના ખર્ચની વીજળી વાપરવામાં આવી નથી. આ પ્લાન્ટમાં હાલ પ્રોટીન ,ફાઇબર, મિનરલ, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન વગેરે જેવા જરૂરી પોષક તત્ત્વો ધરાવતું પશુ આહારનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટમાં માત્ર કાચોમાલ ઠલાવવા તથા તૈયારમાલ ગાડીમાં ચડાવવા માટે જ લોકોની જરૂર પડે છે બાકી તમામ પ્રક્રિયા ઓટોમેટીક થાય છે.

કમાલની ક્રિએટિવિટી કરે છે આ બૂટલેગરો, આ રીતે સંતાડ્યો હતો 41 લાખનો દારૂ

આ આધુનિક કેટલફીડ પ્લાન્ટ દ્વારા મકાઈ, કપાસીયા ખોળ, ચોખાની ભૂસી રાયડા નો ખોળ ,મગફળી નો ખોળ, કેલ્સાઈટ પાઉડર, વિટામિન અને મોલાસીસ વગેરે બનાવવામાં આવે છે. આ પ્લાન્ટમાં ઉત્પાદિત થતા પશુઆહાર થી પશુઓની તંદુરસ્તી જળવાઈ રહે છે તથા દૂધ ઉત્પાદન ક્ષમતા વધે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube